અરવલ્લીમાં ભર શિયાળે અષાઢી માહોલ, કમોસમી વરસાદ સાથે કડકડતી ઠંડી
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: હવામાન વિભાગએ એક સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનની બે સિસ્ટમ સક્રીય થતા રાજ્યમાં અનેક વિસ્તારોમાં ત્રણ-ચાર દિવસમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી ત્યારે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લા સહીત ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો.
રવિવારે સાંજે આકાશે કાળા ડિબાંગ વાદળો પછી મોડી રાત્રે અરવલ્લી જીલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતા ખેડૂતોમાં ચીંતા પ્રસરી છે મોંઘાદાટ બિયારણ અને ખાતરનો ખર્ચ કરી ગાત્રો થીજાવતી ઠંડીમાં મહામહેનતે વાવેતર કરેલ ખેતીને નુક્શાનની ભીતી સેવાઈ રહી છે
ભર શિયાળે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયાની ભીતિ સતાવી રહી છે. લોકોને કકડતી ઠંડી સાથે વરસાદી ઝાપટાથી બેવડી ઋતુનો અનુભવ થયો હતો. લોક મૂંજવણમાં મૂકાયા હતા કે, સ્વેટર પહેરવો રે રેઇનકોટ પહેરવો. લોકોએ સ્વેટર સાથે રેઇનકોટનો પણ સહારો લીધો હતો.
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રેલ્લાવાડા, જીતપુર, તરકવાડામાં વરસાદી છાંટા પડી રહ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતામાં આવી ગયો છે. ઉત્તર ગુજરાતમાં વર્ષની શરૂઆતમાં કમોસમી વરસાદ સાથે કાતિલ ઠંડીની હવામાન ખાતાએ આગાહી કરી હતી, જેની અસર હાલ જોવા મળી હતી. તમને જણાવીએ કે મેઘરજ તાલુકામા વાતાવરણમા પલટો આવ્યા બાદ ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થતા ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે રહી છે
બાયડ પંથકમાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે. બાયડ પંથકના સાઠંબા, મુવાડા, હઠીપુરામાં વરસાદ પડી રહ્યો છે. બાયડ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા ફરી વળી છે. કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતિત થયો છે. હવામાન ખાતાની આગાહીની અરવલ્લીમાં અસર જોવા મળી રહી છે.અરવલ્લી સાબરકાંઠા જીલ્લાના આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. તંત્ર દ્વારા ખેડૂતો તેમજ માર્કેટ યાર્ડના વેપારીઓને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.