અરવલ્લીમાં મહિલાનો ઝાડ સાથે લટકતો મૃતદેહ મળતા ચકચાર, હત્યા કે આત્મહત્યાને લઈ શંકા….!!
ભિલોડા: ગુજરાતના અરવલ્લી જિલ્લાના સાયરા ( અમરાપુર )ની 19 વર્ષીય કોલેજિયન ગર્લના અપહરણ, ગેંગરેપ અને હત્યા કેસમાં હજૂ સુધી કોઈ ઉકેલ આવી શક્યો નથી. ત્યાં ફરીથી અરવલ્લીમાં ફરી એક એવી જ ઘટના સામે આવી છે.
ભીલોડા હાથમતી નદી નજીક આવેલા એક ખેતરનાં વાડ પર એક 35 વર્ષથી આસપાસની અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર પંથકમાં આ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. ખેતરની સીમમાં અજાણી મહિલા દ્વારા ગળેફાંસો ખાઇને આત્મહત્યા કર્યાની જાણ થતા ઘટના સ્થળે દોડી આવી હતી. અરવલ્લીમાં હાથમતી નદી નજીક આવેલા એક ખેતરનાં વાડ પર એક 35 વર્ષથી આસપાસની અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં પ્રાથમિક જાણકારી પ્રમાણે એવું કહી શકાય કે, કોઈ અજાણી મહિલાએ કોઇ કારણોસર ખેતરનાં શેડા પરના ઝાડ પર સાડીનો ફાંસો બનાવીને ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવી દીધું હતું.