અરવલ્લીમાં મીની વાવાઝોડા સાથે મેઘરાજાનું મોંઘેરું આગમન
ભિલોડા, મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં શુક્રવારની સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ આકાશે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા ભારે પવન સાથે વીજળી અને કડાકા સાથે કેટલાંક વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટાં પડયાં હતા.મોડાસા શહેરમાં શુક્રવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ભિલોડા, મેઘરજ પંથકમાં મીની વાવાઝોડા સાથે વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો મોડાસા શહેરમાં વરસાદ શરુ થતાની સાથે રાબેતા મુજબ વીજળી ગુલ થઇ જતા પ્રથમ વરસાદમાં જ પ્રિમોન્સુન પ્લાનની પોલ ખુલી ગઈ હતી શહેરમાં વરસાદી માહોલના પગલે મોડાસાના શહેરીજનોએ આકરી ગરમીમાં રાહત મળી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં શુક્રવારે આખો દિવસ ગરમી અને ઉકળાટભર્યા માહોલ સર્જાયા બાદ સાંજે કાળા વાદળો ઘેરાયા બાદ ૩૦ થી ૪૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું.
જેથી ઠેરઠેર ધૂળની ડમરીઓ ઊડી હતી અને પછી વરસાદી ઝાપટું શહેરમાં વરસી ગયું હતું.મીની વાવાઝોડાના પગલે વૃક્ષો ધરાશાયી થવાની સાથે ઘણા ર્હોડિંગ્સ, બેનર્સ અને ફ્લેક્સ પણ પડી ગયા હતા.જીલ્લાના માર્કેટયાર્ડમાં રહેલો અનાજનો જથ્થો પલળતા બગાડવાની શક્યતા ઉભી થઇ હતી.