અરવલ્લીમાં વધુ ૫ કોરોના પોઝેટીવ કેસ સાથે જિલ્લાનો આંકડો ૨૯૫ પર પહોંચ્યો
અરવલ્લીમાં સોમવારના રોજ વધુ ૫ કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાનો કુલ આંક ૨૯૫ પર પહોંચ્યો છે. અરવલ્લી જિલ્લા સહિત મોડાસામાં કોરોનાએ ભરડો લીધો હોય તેમ મોડાસા શહેરમાં અને જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
અરવલ્લી જિલ્લા તેમજ મોડાસા શહેરમાં લોકલ સંક્રમણનો ભરડો વ્યાપક બન્યો છે. કોરોનાનો કહેર દિવસેને દિવસે ખૂબ જ વધી રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસ ૨૯૫ નોંધાતાં સમગ્ર જિલ્લામાં ભયનો માહોલ છવાયો છે.
સોમવારના રોજ મોડાસાની સુકુનપાર્ક સોસાયટીમાં રહેતી ૪૦ વર્ષીય મહિલા, બાયડ તાલુકાના આંબલીયારા ગામમાં વધુ બે કેસ કોરોના પોઝેટીવ નોંધાયા હતા જેમાં બે વૃદ્ધ કોરોનાથી સંક્રમિત બન્યા છે, મેઘરજ જૂના મસ્જિદ વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધા અને માલપુરના ભાટિયાવાસ માં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો. જો કે અરવલ્લીના બજારોમાં જોઈએ તો બેખૌફ થઈને લોકો માસ્ક વગર કે સોશીયલ ડિસ્ટન્સ રાખ્યા વગર જોવા મળી રહ્યા છે. બીજી બાજુ મોડાસા શહેરને કોરોના વાઈરસે બાનમાં લીધું છે.