અરવલ્લીમાં સફાઈ કામદારો એક દિવસ સફાઈ કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ઉત્તર પ્રદેશના હાથરસમાં દલીત સમાજની યુવતી પર સામુહિક દુષ્કર્મ અને હત્યાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે દેશમાં ઠેર ઠેર દલીત યુવતી સાથે જઘન્ય ગુન્હો આચરનાર આરોપીઓને ફાંસીના માંચડે લટકાવાની અને પીડિત પરિવારને ન્યાય અપાવવાની માંગ સાથે કેન્ડલ માર્ચ અને આવેદનપત્ર અપાઈ રહ્યા છે ત્યારે રાજ્યભરના વિવિધ સફાઈ કામદાર સંગઠન અને વાલ્મિકી સંગઠનોએ પીડીત પરિવારને ન્યાય મળે તે માટે એક દિવસ સફાઈ કામગીરી બંધ રાખી વિરોધ નોંધવામાં આવ્યો હતો અરવલ્લી-સાબરકાંઠા સહીત રાજ્યમાં અનેક સફાઈ કર્મીઓ સફાઈ કામગીરી સંપૂર્ણ બંધ રાખી હતી
ઉત્તરપ્રદેશના હાથરસ ગામમાં દલિત સમાજની દીકરી સાથે દુષ્કર્મ હત્યાના વિરોધમાં અરવલ્લી-સાબરકાંઠા અને સમગ્ર રાજ્યમાં સફાઈ કામદારો સાથે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નોકરમંડળ દ્વારા એક દિવસની પ્રતિકાત્મક હડતાલની જાહેરાત કરાઈ હતી જેના પગલે સફાઈ કામદારોએ મંગળવારે એક દિવસ શહેરભરમાં સફાઈ ન કરીને વિરોધ નોંધાવ્યો હતો અમદાવાદ શહેર સહીત રાજ્યભરમાં સફાઈ કામગીરી સંપૂર્ણ બંધ રાખી હતી માલપુરમાં ગ્રામ પંચાયત મકાન આગળ સફાઈ કામદારોએ શ્રદ્ધાંજલી અર્પી ન્યાયની માંગ સાથે મૌન ધરણા પર બેઠ્યાં હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, યુપી ના હાથરાસ ખાતે સામુહિક બળાત્કાર ની ઘટનાના પડઘા દેશભરમાં પડયા છે. જેનો વિરોધ ગુજરાતમાં પણ થઈ રહ્યો છે. નોકર મંડળ હેઠળ આવતા સફાઈ કર્મચારીઓ એ આજે બંધ પાળી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સફાઈ કર્મચારીઓ એક દિવસ કામથી દૂર રહ્યા હતા