અરવલ્લીમાં ૧૨૮ શક્તિકેન્દ્રોના ૧૦૬૮ બુથોમાં “મન કી બાત”નો કાર્યક્રમ લોકોએ નિહાળ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/03/2703-modasa.B.patel_-1024x659.jpg)
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) અરવલ્લી જિલ્લામાં તમામ ૬ તાલુકા અને બે શહેરોમાં મળી ૧૨૮ શક્તિકેન્દ્રોના ૧૦૬૮ બુથોમાં પ્રધાનમંત્રીનો મન કી બાત નો કાર્યક્રમ વિસ્તારના કાર્યકરો,આગેવાનો સાથે બેસીને ટીવી ઉપર ૧૧ કલાકે લોકોએ નિહાળ્યો હતો.
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના દરેક કાર્યકર ઉપર આવેલ ટેલીફોનિક સંદેશો અને જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલની સૂચના મુજબ બાયડ,ધનસુરા,મેઘરજ,માલપુર અને ધનસુરા તાલુકામાં અને બાયડ અને મોડાસા શહેર મંડલોમાં મળી ૧૨૮ શક્તિકેન્દ્રોમાં આવેલ ૧૦૬૮ જેટલા જુદા જુદા બુથોમાં સૌ સાથે બેસીને ટીવી ઉપર હિન્દી અને એનું ગુજરાતી અનુવાદ દ્વારા પ્રધાનમંત્રીના લોકપ્રિય કાર્યકમ મન કી બાત માં મોટી સંખ્યામાં જે તે બુથના કાર્યકરોએ ઉપસ્થિત રહી
આ મનનીય અને દેશની જનતા સમક્ષ મુકાયેલી અત્યંત જાણવા જેવી વાતો મુકવામાં આવી હતી.જેમાં તેમણે તમામ પાસાઓને દર વખતની જેમ આ કાર્યકમમાં પણ વણી લેવા સાથે યોગ કરી ૧૨૬ વર્ષનું દીર્ઘાયુ ભોગવી રહેલા સ્વસ્થ અને નિરોગી સ્વાસ્થ્ય ધરાવતા ૧૨૬ વર્ષના બુઝર્ગ બાબા શિવાનંદ કે જેમને તાજેતરમાં પદ્મશ્રી ઓવોર્ડથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
એ પ્રસંગનો પણ પ્રધાનમંત્રીએ મન કી બાતમાં ઉલ્લેખ કર્યો હતો. જ્યારે ૧૨૬ વર્ષના આ બુઝર્ગ પદ્મશ્રી સ્વીકારતા ગદગદિત અને ભાવવિભોર બન્યા હતા.એમણે રાષ્ટ્પતિ અને પ્રધાનમંત્રીને ય નંદી નમસ્કાર કર્યા ત્યારે સામેથી પ્રધાનમંત્રી પોતાની બેઠક ઉપરથી ઉભા થઇ એમને નત મસ્તકે આદરપૂર્વક નમન કર્યા હતા.
પ્રધાનમંત્રીએ તેમને શતમ જીવઃશરદની દીર્ઘાયુ માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને એમના જીવનમાંથી યોગ શક્તિ અંગે પ્રેરણા લેવા સૌને મનકી બાત દ્વારા અનુરોધ કર્યો હતો.
આમ દેશવાસીઓને સ્પર્શતી અનેક બાબતોની મનકી બાતમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. એમ માહિતી આપતાં જિલ્લા ભાજપ.મીડિયા વિભાગના કન્વીર પ્રભુદાસભાઇ પટેલે જણાવ્યું હતું.