અરવલ્લીમાં ૪૮ કલાકમાં વધુ ૭ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત
યુવાન મહિલા કંડકટરને કોરોના ભરખી ગયો, યુવા દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ
અરવલ્લી જીલ્લામાં કોરોના સંક્રમીત દર્દીઓની સરખામણીએ મોતનો આંકડો વધી રહ્યો છે જીલ્લામાં કાળમુખો કોરોના યુવા વર્ગને ભરખી જતા લોકો રીતસરના ફફડી ઉઠ્યા છે કોરોના સંક્રમણ અટકાવવા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરી રહ્યા છે જીલ્લામાં ભિલોડાના લીલછા અને માલપુરના ઉભારણ તેમજ બાયડના આંબલીયારા ગામમાં આંશીક લોકડાઉનની લાગુ કરવામાં આવ્યું છે જીલ્લામાં ૨૦ થી વધુ ગામોમાં સ્વયંભૂ લોકડાઉનની અમલવારી ચાલી રહી છે જીલ્લામાં સોમવાર કાળમુખો સાબીત થતા એક સાથે ૫ કોરોનાગ્રસ્ત દર્દીઓ મોતને ભેટતા છેલ્લા ૪૮ કલાકમાં ૭ લોકોને કોરોના ભરખી જતા ભારે ચકચાર મચી હતી મોડાસા શહેર સહીત અન્ય તાલુકા મથકોના સ્મશાનોમાં કોરોના સરકારી ગાઈડલાઈન અનુસાર અનેક દર્દીઓના અંતીમ સંસ્કાર થઇ રહ્યા છે
અરવલ્લી જિલ્લામાં કોરોનાથી મૃત્યુનો દૌર શરૂ થઈ ગયો છે. મૃત્યુનો આ દૌર કયાં જઈને અટકશે તેની કોઈને ખબર નથી જીલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ૨૦૦ ને પાર કરી ચુકી છે દરરોજ ૨૦ જેટલા કોરોનાના દર્દીઓ સરકારી ચોપડે નોંધઈ રહ્યા છે ત્યારે સોમવારે કોરોનાની સારવાર લઈ રહેલી ફરેડી ગામની ૩૫ વર્ષીય સંગીતાબેન ધીરજભાઈ નામની કંડકટર મહિલા સહીત ૩ લોકોના ટપોટપ મોત નિપજ્યા હતા અન્ય બે કોરોનગ્રસ્ત દર્દીઓના મોત નિપજતા છેલ્લા ૨૪ કલાકમાં ૫ લોકોને કોરોના ભરખી જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે જીલ્લામાં મોતનો સીલસીલો યથાવત રહયો હતો.
અરવલ્લીમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.જેથી આગામી દિવસમાં હાલત વધુ બગડવાની આશંકા ઉભી થઈ છે. દિન પ્રતિદિન દર્દીઓના મોતમાં વધારો થઈ રહયો છે.છેલ્લા એક સપ્તાહમાં ૧૫ થી વધુ દર્દીઓના મોત થયા છે અરવલ્લીમાં રેપિડ ટેસ્ટમાં પણ ચોંકાવનારા આંકડા સામે આવી રહયા છે ત્યારે હાલ લોકો કોરોના સંક્રમણ સામે લાચારી અનુભવી રહ્યા છે