અરવલ્લી એલસીબીએ ગાજણ ટોલપ્લાઝા પરથી અમદાવાદના ત્રણ બુટલેગરોને ૧.૦૮ લાખનો દારૂ સાથે દબોચ્યા
અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ બુટલેગરો નિતનવા નુસખા અપનાવી ઘુસાડી રહ્યા છે અમદાવાદના ગ્યાસપુરના ત્રણ બુટલેગરો ટેમ્પો ટ્રકમાં વિદેશી દારૂની ખેપને અરવલ્લી એલસીબી પોલીસે નિષ્ફળ બનાવી ગાજણ ટોલપ્લાઝા નજીક ટેમ્પો ટ્રકમાંથી કેરેટની આડમાં સંતાડેલ ૧.૦૮ લાખનો દારૂ જપ્ત કરી ત્રણે બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી એલસીબી પીઆઈ આર કે પરમાર અને તેમની ટીમે મોડાસા-શામળાજી હાઈવે પર ગાજણ ટોલપ્લાઝા નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા ટેમ્પો ટ્રકની શંકાસ્પદ ઝડપને પગલે અટકાવી તલાસી લેતા ટેમ્પો-ટ્રકમાં ફ્રૂટના કેરેટની આડમાં સંતાડી રાખેલી વિદેશી દારૂની બોટલ નંગ-૨૧૬ કીં.રૂ.૧૦૮૦૦૦/- નો જથ્થો જપ્ત કરી ટેમ્પો ટ્રક ચાલક ૧)મો.યુસુફ મોં.ઐયુબ શેખ,૨)મોં.રઝાક ફરીદ સિપાઈ અને ૩)
મોં.નવાજ મોં.સબ્બીર અંસારી (ત્રણે.રહે,ગ્યાસપુર અમદાવાદ) ની ધરપકડ કરી ટેમ્પો ટ્રક,મોબાઈલ-૪,ખાલી કેરેટ અને વિદેશી દારૂ મળી કુલ રૂ.૬૧૬૮૦૦/- નો જથ્થો જપ્ત કરી ત્રણે બુટલેગરો વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
દિલીપ પુરોહિત. બાયડ