અરવલ્લી એલસીબી પોલીસે શણગાલ ચોકડી નજીક સીલેરીઓ કારમાંથી ૩૭ હજારના દારૂ સાથે બે બુટલેગરોને દબોચ્યા
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર નવનિયુક્ત એસપી સંજય ખરાટના આગમન પછી ગતિશીલ બન્યું હોય તેમ સતત વિદેશી દારૂ, જુગારીઓ, નાસતા ફરતા આરોપીઓને દબોચી રહી છે જીલ્લામાં હાલ તો અસામાજીક પ્રવૃતિઓ પર બ્રેક લગાવવામાં જીલ્લા પોલીસતંત્ર વાયબ્રન્ટ લાગી રહ્યું છે
બુટલેગરો અંતરિયાળ માર્ગોનો ઉપયોગ કરી રાજ્યમાં વિદેશી દારૂ ઠાલવવા પ્રયત્નશીલ બન્યા છે ત્યારે જીલ્લા એલસીબી પોલીસે ઈસરી પોલીસને ઉંઘતી રાખી શણગાલ ચોકડી નજીકથી સીલેરિયો કારમાં વિદેશી દારૂ ખેડા જીલ્લામાં પગ કરી જાય તે પહેલા બે બુટલેગરોને ૩૭ હજારના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ આર.કે.પરમાર અને તેમની ટીમે જીલ્લામાં બુટલેગરો અને જુગારિયો પર તવાઈ બોલાવી છે એલસીબી પોલીસે ઈસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી શણગાલ ચોકડી નજીક વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા રાજસ્થાન તરફથી પૂર ઝડપે આવતી સીલેરિયો કાર (ગાડી.નં-PB-08-DR-6485 ) ને અટકાવી તલાસી લેતા કારમાં પાછળના ચાના પેકેટની આડમાં સંતાડેલ વિદેશી દારૂ બોટલ નંગ -૭૪ કીં.રૂ.૩૭૨૦૦/- નો જથ્થો જપ્ત કર્યો હતો.
1)જયેશ ફુલસિંહ ગઢવી અને ૨) વિક્રમ કોદરભાઈ વાઘેલા (બંને.રહે,ચારણના મુવાડા-ખેડા) ને ઝડપી પાડી સીલેરિયો કાર,મોબાઇલ, ચાના પેકેટ મળી કુલ રૂ.૩૫૦૯૩૫/-નો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કારમાં વિદેશી દારૂ ભરી આપનાર રાજસ્થાનનો કુખ્યાત બુટલેગર ૧) ભરત ઉર્ફે ભરત લંગડો ભુરો ઉદાજી ડાંગી,૨) અંતોષ ઉર્ફે આશુતોષ દેવીલાલ રોત તથા ઠેકા પર રહેલો સોનુ નામના માણસ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા