Western Times News

Gujarati News

અરવલ્લી એલસીબી પોલીસે હોટલ આગળ પાર્ક કરેલ ટ્રકમાંથી ૧.૮૦  દારૂ સાથે બે શખ્શોને દબોચ્યા

શામળાજી પોલીસે ટ્રકમાંથી ૩.૩૬ લાખનો દારૂ ઝડપ્યો

પ્રતિનિધિ દ્વારા,ભિલોડા : અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવા મરણિયા બન્યા છે બુટલેગરો નિતનવા નુસખા અપનાવી રહ્યા છે હાલ તો અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર બુટલેગરોના કીમિયો નિષ્ફળ બનાવી રહી હોય તેમ રોજ બેરોજ નાના-મોટા વાહનો માંથી વિદેશી દારૂ સાથે બુટલેગરોને દબોચી લેતા બુટલેગરો માં પણ ફફડાટ ફેલાયો છે અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે જીવણપુર નજીક આવેલી વિશ્રામ હોટલ આગળ પાર્ક કરેલી ટ્રકમાંથી ૧.૮૦ લાખના દારૂના જથ્થા સાથે બે શખ્શોને ઝડપી પાડ્યા હતા શામળાજી પોલીસે એસજી વિધાલય પાસેથી પસાર થતી ટ્રકમાંથી ૩.૩૬ લાખનો વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

અરવલ્લી એલસીબી પીઆઇ આર.કે.પરમારે અને તેમની ટીમે જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અને વેપલા અટકાવવા જીલ્લામાં સઘન પેટ્રોલિંગ દરમિયાન જીવણપુર સ્ટેન્ડ સામે આવેલી હોટલ આગળ પાર્ક કરેલી આયશર ટ્રકમાં વિદેશી દારૂ નો જથ્થો હોવાની બાતમી મળતા તાબડતોડ પહોંચી હોટલ આગળ પાર્ક કરેલી આયશર ટ્રકમાં તલાસી લેતા ટ્રકમાં આટાની બેગના જથ્થાની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-૩૬૦ કીં.રૂ.૧૮૦૦૦૦/- મળી આવતા ટ્રક ચાલક કમલેશ પરવેશ્વરલાલ ગુર્જર તથા ક્લીનર સુભાષ રક્ષપાલ સિંહ ગુર્જર (બંને.રહે પુરોહિતની ધાણી-નવલગેટ, રાજસ્થાન) ને દબોચી લઈ આટાની બેગ, આયશર ટ્રક,મોબાઈલ મળી કુલ.રૂ.૮૬૭૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્શો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શામળાજી પીએસઆઈ અનંત દેસાઈ અને પોલીસ સ્ટાફે રાજસ્થાન તરફથી આવતાં વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા અને હાઈવે પર પેટ્રોલિંગ કરતા એસજી વિદ્યાલય પાસેથી શંકાસ્પદ હાલતમાં રાજસ્થાન તરફથી આવતા ટ્રકને અટકાવી તલાસી લેતા પાવડરના કટ્ટા ની પાછળથી વિદેશી દારૂની બોટલ-૮૭૬ તથા ક્વાંટરીયા નંગ-૨૪૫ મળી કુલ.રૂ.૩૩૬૪૮૦/- ના જથ્થા સાથે સુરેશલાલ ભેરુલાલ ગુર્જર અને રમેશલાલ નાથુજી ગુર્જર ને ઝડપી પાડી ટ્રક અને મોબાઇલ મળી કુલ રૂ.૧૦૩૮૯૮૦/-નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.