મહિલા બુટલેગર અને રીંટોડાના બુટલેગરને પાસા હેઠળ સુરતની લાજપોર જેલમાં ધકેલાયો
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત આગમન પછી જીલ્લામાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ કરનાર અને અસામાજીક પ્રવૃતિઓ કરનાર બુટલેગરો અને અસામાજીક તત્વો સામે શખ્ત કાર્યવાહીના પોલીસતંત્રને આદેશ આપતા જીલ્લામાં પોલીસતંત્રે બુટલેગરો ,વરલી-મટકાના અને જુગારના સ્ટેન્ડ ચલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથધરાતા બુટલેગરો અને અસામાજીક તત્ત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે
જીલ્લામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો વેપલો કરનાર અને દારૂની હેરાફેરી કરનાર મહિલા અને પુરુષ બુટલેગર સામે પાસે હેઠળ કાર્યવાહી કરી સુરતની લાજપોર જેલ ખાતે ધકેલી દેતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પગલે દેશી-વિદેશી દારૂના વેપલામાં રહેલા અધધ નફા મળતા અનેક યુવાનો અને કેટલીક મહિલાઓ બુટલેગર બની ગઈ છે .અરવલ્લી જિલ્લામાં જુગાર – પ્રોહીબિશનની પ્રવૃત્તિ આચરતાં શખ્સો તથા અસામાજિક તત્વોની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા સારૂં જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના આદેશ અનુસાર એલસીબી પીઆઈ આર કે પરમાર અને તેમની ટીમે ભિલોડાના ભાણમેર ગામની નામચીન મહિલા બુટલેગર કૈલાસ મહેશ ક્લાસવા અને રીંટોડાના કુખ્યાત બુટલેગર રમેશ ગોબર વણઝારા સામે પાસા હેઠળ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટે મહિલા અને પુરુષ બુટલેગર સામે પાસા અંગેની દરખાસ્ત મંજુર કરતા એલસીબી પોલીસે મહિલા બુટલેગર કૈલાસ મહેશ ક્લાસવા અને રીંટોડાના કુખ્યાત બુટલેગર રમેશ ગોબર વણઝારા પાસા હેઠળ અટકાયત કરી સુરતની લાજપોર જેલ હવાલે કરી દીધા હતા .જીલ્લા પોલીસતંત્રની કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે
ભાણમેરની મહિલા બુટલેગર કૈલાસ ક્લાસવા રાજસ્થાનના બુટલેગરો સાથે હાથ મીલાવી મોટા પ્રમાણમાં ભિલોડા સહીત આજુબાજુના પંથકમાં વિદેશી દારૂ ઠાલવતી હતી ભિલોડા પોલીસ સ્ટેશનમાં અનેક પ્રોહિબિશનના ગુન્હાઓ કૈલાસ ક્લાસવા સામે નોંધાઈ ચુક્યા છે
ભિલોડા નજીક પોલીસ સાથે ભાઈબંધીમાં ફાટીને ધુમાડે ગયેલ રમેશ વણઝારા નામનો બુટલેગરે તો ભિલોડા નજીક હોટલમાં જ દારૂનો વેપલો કરી બિયારબાર ની સુવિધા ભૂતકાળમાં પુરી પાડતો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી રમેશ વણઝારા સામે પણ ભિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના અનેક ગુન્હા નોંધાઈ ચુક્યા છે બંને લીસ્ટેડ બુટલેગરો પાસા હેઠળ જેલમાં ધકેલાતા અન્ય બુટલેગરોમાં ફફડાટ વ્યાપો છે. લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી