અરવલ્લી એસઓજીએ સગીરાનું અપહરણ કરનાર મહાદેવપુરાના આરોપીને રાજકોટ થી દબોચ્યો
હિંમતનગર પોકેટકોપની મદદથી આરોપી ઝડપ્યો
અરવલ્લી-સાબરકાંઠા પોલીસતંત્ર જીલ્લામાં ગુન્હા આચરી નાસતા ફરતા અને પેરોલ જમ્પ કરી ફરાર થનાર આરોપીઓ પર મજબૂત ગાળિયો કસી સતત નાસતા ફરતા આરોપીઓને ઝડપી જેલમાં ધકેલી રહી છે
અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ ભરવાડ અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરી નાસતા ફરતા મોડાસા તાલુકાના મહાદેવપુરા ગામના કરણસિંહ ઉર્ફે પિંટો બાલુસિંહ ચૌહાણ નામના આરોપીને બાતમીના આધારે રાજકોટ જીલ્લાના પડવાલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાંથી ભોગ બનનાર સગીરા સાથે દબોચી લીધો હતો સગીરાનું અપહરણ કરનાર આરોપીને મોડાસા રૂરલ પોલીસને સોંપી દીધો હતો
સાબરકાંઠા એસ.પી નીરજકુમાર બડગુજરના આગમન પછી જીલ્લામાં પોલીસતંત્ર જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃતિઓ ડામવા સતત દોડાદોડી કરી રહ્યું છે હિંમતનગર એ ડિવિઝન પોલીસસ્ટેશન વિસ્તારમાં બે વર્ષ અગાઉ પ્રોહીબીશન ગુન્હામાં નાસતા ફરતા આરોપી રાજસ્થાન ખેરવાડાના કીરણ કાવાલાલ પાંડોર મહાવીર નગર સર્કલ વિસ્તારમાં ફરી રહ્યો હોવાની બાતમી હિંમતનગર એ ડિવિઝન પોલીસને મળતા તાબડતોડ મહાવીર નગર સર્કલે પહોંચી કીરણ પાંડોરને ઝડપી પાડી પોકેટકોપમાં મોબાઈલમાં સર્ચ કરતા આરોપી છેલ્લા બે વર્ષથી પ્રોહિબિશનના ગુન્હામાં ફરાર હોવાથી ઝડપી પાડી સરકારી ગાઈડલાઈન અનુસાર કોવીડ-૧૯ ટેસ્ટ કરાવી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી