Western Times News

Gujarati News

અરવલ્લી કલેકટર કચેરીએ લીફ્ટ બંધ રહેતા આવેદનપત્ર આપવા પહોંચેલા દિવ્યાંગો અટવાયા

કલેકટરે લીફ્ટ તાત્કાલિક રીપેર કરવવા તાકીદ કરી

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશના નેજા હેઠળ અરવલ્લી જીલ્લાના દિવ્યાંગો જીલ્લા સેવાસદનમાં પ્રથમ મજલે આવેલી જીલ્લા કલેકટર કચેરીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા પરંતુ જીલ્લા સેવાસદન કચેરીમાં લીફ્ટ બંધ હોવાથી દિવ્યાંગો અટવાયા હતા ત્યારે અચાનક કોઈ કામકાજ અર્થે નીકળેલ જીલ્લા કલેકટર અમૃતેશ ઔંરંગાબાદકરની નજર દિવ્યાંગો પર પડતા તેમની પાસે પહોંચી ગયા હતા અને જીલ્લા સેવાસદન પરિસરમાં નીચે જ દિવ્યાંગ લોકોનું આવેદનપત્ર સ્વીકારી બંધ હાલતમાં રહેલી લીફ્ટ તાત્કાલિક ધોરણે રીપેર કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું

અરવલ્લી જીલ્લાના દિવ્યાંગ અગ્રણી વૈશાલી નાયક અને અન્ય દિવ્યાંગોએ લોકોએ જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં દિવ્યાંગોની હાલત દયનિય બની છે દિવ્યાંગ લોકોને દર મહિને ૫ હજાર ની સહાય કરવામાં આવે તેમજ શારીરીક રીતે દિવ્યાંગ અને માનસિક રીતે સક્ષમ લોકોને જીવનધોરણ ઊંચું લાવવા રોજગારી, સરકારી નોકરીમાં ભરતી, સરકારી સહાય દિવ્યાંગો સુધી પહોંચે તેવી માંગ કરાઇ હતી.

જેમાં દિવ્યાંગોને બીપીએલ કાર્ડ માં સમાવેશ કરવા, દિવ્યાંગોને સરકારી ઓફિસમાં કાયમી ધોરણે પૂરા વેતનથી નોકરી આપવી, રોજગારી માટે લોન આપવી, રાજ્ય દિવ્યાંગ નિગમની રચના, પંચાયતથી પાર્લામેન્ટ સુધી દિવ્યાંગોને પ્રતિનિધિત્વ મળે તે માટે ખરડો, દિવ્યાંગોને દિવ્યાંગ પ્રમાણપત્ર સરળતાથી મળી શકે તેવી વ્યવસ્થા કરવા આવેદનપત્ર પાઠવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.