Western Times News

Gujarati News

અરવલ્લી કલેક્ટરની સાદગી લોકોના હૃદયને સ્પર્શી 

 “સરકાર આપણાં આંગણે” અંતર્ગત જેસીંગપુર ગામે રાત્રી મુકામ કાર્યક્રમમાં અરવલ્લી કલેક્ટરની સાદગી લોકોના હૃદય ને સ્પર્શી

અરવલ્લી જીલ્લા નવનિયુક્ત કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર  જીલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે કામગીરી આરંભી દીધી છે “સરકાર આપણાં આંગણે” રાત્રી મુકામ કાર્યક્રમ અંતર્ગત માલપુર તાલુકાના જેસીંગપુર (જલારામ મંદિર પાસે) રાત્રી ગ્રામ સભામાં કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં યોજાયો હતો.

જેશીંગપુરના ગ્રામજનો કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર અને વહીવટી તંત્રના અધિકારીઓ માટે સુસજ્જ કરેલી બેઠક વ્યવસ્થાના બદલે સામાન્ય ખુરશીમાં પ્રજાજનો વચ્ચે ઉપસ્થિત રહેતા અને તમામ પ્રશ્નો શાંતિપૂર્ણ સાંભળી ઉકેલ લાવવાની હૈયાધારણા થી  પ્રજાજનોમાં કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરની સાદગી થી ગ્રામજનો અભિભૂત બન્યા હતા. માલપુર તાલુકાના જેસીંગપુર ખાતે યોજાયેલ  “સરકાર આપણાં આંગણે” કાર્યક્રમમાં જીલ્લા કલેક્ટર.

અમૃતેશ ઔરંગાબાદકર, જીલ્લા વિકાસ અધિકારી ર્ડો. અનિલ ધામોલીયા,જીલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેસીંગપુર ગામના અગ્રણી દ્વારા ગામ વતી ગામના વિકાસલક્ષી મૂંઝવતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી તથા ગ્રામજનો દ્વારા પણ મૂંઝવતા પ્રશ્નોની વ્યક્તિગત રજૂઆત કરવામાં આવી હતી જેમાં ગામને જોડતા રસ્તા બનાવવા અંગે, પીવાના પાણી અંગે, શૈક્ષણિક સંસ્થા(હાઈસ્કૂલ) અંગે, સિંચાઇના પાણી અંગે, તેમજ સરકારી વિવિધ યોજનાઓના લાભ અંગે પ્રશ્નોની રજૂઆત થઈ હતી જેમાં સંબંધિત કચેરીના અધિકારીઓ સાથે રાખી હકારાત્મક અભિગમ સાથે નિરાકરણ લાવવા જીલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે હૈયાધારણા આપી હતી

જીલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે માલપુર સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્ય લક્ષી સેવાઓ અને સુવિધા અંગે ઝીણવટભરી તપાસ હાથધરી હતી અને તાલુકાના પ્રજાજનોને આરોગ્યલક્ષી સેવાઓ સુદ્રઢ મળી રહે તે માટે ઉપસ્થિત સ્ટાફને સૂચનો કર્યા હતા

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.