અરવલ્લી ખાતે સુશાસન દિન નિમિત્તે કૃષિ કલ્યાણ કાર્યક્રમ યોજાયો
અરવલ્લી જિલ્લામાં સુશાસન દિવસ ઉજવણી અંતર્ગત ૧૧૪૫ લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ સહાય તેમજ ૧.૫૦ લાખ ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્મા ન નિધિ યોજના હેઠળ સહાયની રકમ જમા કરાઇ
સાકરિયા: ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ . અટલ બિહારી વાજપાઇના જન્મ દિવસ અવસરે સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે જિલ્લા પ્રભારી અને રાજ્ય આદિજાતિ-વનમંત્રી શ્રી રમણભાઇ પાટકરની ઉપસ્થિતિમાં કૃષિ કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો.
ભિલોડાની એન.આર હાઇસ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આદિજાતિ રાજ્યમંત્રી શ્રી રમણભાઇ પાટકરે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યતમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાત પગલાં ખેડૂત કલ્યાેણના હેઠળ સાત જેટલી ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવી ધરતીપુત્રોના આર્થિક ઉત્થાતનને નવી દિશા આપી છે. જેના થકી કિસાનોની આવક બમણી થશે વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, આજનો ખેડૂત ઝીરો બજેટથી પ્રાકૃતિક ખેતી કરી ઓર્ગેનીક ખેત પેદાશોનું ઉત્પાોદન કરી શકે તે માટે કૃષિ કીટ, ખેડૂત પોતાનું ખેત ઉત્પારદન સરળતાથી વેચાણ કરી શકે તે માટે વાહન ખરીદી માટે લૉન સહાય, પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા માટે સહાય સહતિ અનેક યોજનાઓ હેઠળ આ સરકાર ખેડૂતોને મદદરૂપ બની રહી છે. દેશી ગાય નિભાવ માટે પશુપાલકોને સહાય આપવામાં આવે છે.
લાભાર્થીઓને પૂરેપૂરી મળે તે હેતુસર દરેક યોજનાઓની સહાય સીધી ખાતામાં જમા કરવામાં આવતા વચેટીયા નાબૂદ થઈ ગયા છે. અરવલ્લી જિલ્લામાં સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે તમામ તાલુકા મથકોએ યોજાયેલા કિસાન કલ્યાનણ કાર્યક્રમોમાં કૃષિ વિભાગની આત્મા પ્રોજેક્ટના ૬૦૦, બાગાયતના ૨૦૦ તથા ખેતીવાડીના ૧૧૫ ઉપરાંત સમાજકલ્યાણ વિભાગની આર્થિક ઉત્કર્ષના ૧૬૮ તેમજ જિલ્લા ઉધ્યોસગ કેન્દ્ર ની વિવિધ યોજનાઓના ૧૬૮ મળી કુલ ૧૧૪૫ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન સન્માાન નિધિ યોજના હેઠળ માન. પ્રધાનમંત્રીશ્રી દ્વારા આજે અરવલ્લી જિલ્લાના ૧.૫૦ લાખ ખેડૂતોના બેંક એકાઉન્ટિમાં સહાયની રકમ જમા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમોમાં ગાંધીનગરથી મુખ્યયમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમજ દિલ્હીેથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદી દ્વારા કરવામાં આવનારા સંબોધનનું સીધું પ્રસારણ દર્શાવવા ઉપરાંત કોરોના, ઇ-સેવા સેતુ તેમજ કૃષિ વિષયક ફિલ્મવનું નિદર્શન કરાયું હતું.
આ કાર્યક્રમમાં મંત્રી શ્રી અને મહાનુભાવોના હસ્તેસ સાત પગલાં ખેડૂત કલ્યાાણ અને ગરીબ કલ્યાેણ મેળાના લાભાર્થીઓને કીટ અને સહાય તેમજ શ્રેષ્ઠઅ પશુપાલક પુરસ્કા રનું વિતરણ કરાયું હતું. જ્યારે મુખ્યામંત્રી કિસાન પરિવહન યોજના વાહનોનું વિતરણ કરવાની સાથે તેને રાજ્યંમંત્રીશ્રીના હસ્તેુ ફલેગ ઓફ આપવામાં આવ્યુંર હતું. આત્માન પ્રોજેકટ અંતર્ગત ઓર્ગેનિક હાટનો શુભારંભ પણ કરાવ્યોન હતો.
અવસરે કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકર, સંયુક્ત ખેતી નિયામક શ્રી ઉપાધ્યાય, જિલ્લા ખેતીવાડી અધિકારી જે.આર. પટેલ, અગ્રણી રાજેન્દ્રભાઇ પટેલ, પી.સી.બરંડા,કાન્તિભાઇ પટેલ સહિત પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ ખેડૂતમિત્રો, લાભાર્થીઓ ઉપસ્થિરત રહ્યા હતા.
આ ઉપરાંત જિલ્લાના ધનસુરાના જે.એસ.મહેતા ખાતે ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના ચેરમેન શ્રી રાજેશભાઇ પાઠક, મોડાસાના ભામાશા હોલ ખાતે પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર, બાયડના ગાયત્રીમંદિર ખાતે પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઇ પટેલ તથા ઉદેસિંહ ઝાલા, માલપુરની પી.જી.મહેતા હાઇસ્કૂલ ખાતે તથા મેઘરજની પી.સી.એન હાઇસ્કૂલ ખાતે પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમારની અધ્યક્ષતામાં સુશાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી.