અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર-૬૦૦થી વધુ એગ્રો સેન્ટર પરથી વિતરણ કામગીરી હાથ ધરાઇ
જિલ્લામાં બે હજાર ટનથી વધુ ખાતર ઉપલબ્ધ
સાકરિયા, કોરોનાને પગલે ખેડૂતો માટે પી.ઓ.એસ. મરજીયાત કરાયું સમગ્ર રાજયમાં હાલ કોરોનાને લઇ સાવચેતી રાખવામાં આવી રહી છે તેમાંય ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડૂતોને કોઇ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં હાલ રવિપાકના વેચાણ માટે જિલ્લાના તમામ માર્કેટ યાર્ડ કાર્યરત કરાયા છે જેમાં સામાજીક અંતર જળવાય તે રીતે પાકની હરાજી કરવામાં આવી રહી છે.
તેની સાથે હાલમાં ઉનાળુ પાકના વાવેતરની પણ સિઝન છે તો ખેડૂતોને ખાતર મળી રહે તે માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પ્રયાપ્ત માત્રામાં ખાતર ઉપલબ્ધ કરાવી વિતરણ વ્યવસ્થા હાથ ધરી છે. આ અંગેની વિગત આપતા નાયબ ખેતી નિયામક શ્રી અશ્વિનભાઇ પટેલ જણાવ્યુ હતું કે, અરવલ્લી જિલ્લામાં ૧૯ હજાર હેકટર વિસ્તારમાં બાજરી-ઘાસચાર મળી અન્ય ઉનાળુ પાકોનુ વાવેતર કરવામાં આવે છે જેને લઇ ખેડૂતોને યુરીયા ખાતર પ્રયાપ્ત માત્રામાં મળી રહે તે માટે જિલ્લાના ૬૦૦ થી વધુ એગ્રો સેન્ટર અને વેચાણ કર્તાઓને ત્યાં ૨૧૮૬૦ મેટ્રીક ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે. જે અગાઉના ત્રણ વર્ષની સરખામણીએ આ વર્ષે ૩૫૦ મેટ્રીક ટન વધુ ખાતરનો જથ્થો અરવલ્લી જિલ્લાના ધરતી પુત્રો માટે ઉપલબ્ધ કરાવાયો છે.
જેમાં બાયડ તાલુકામાં ૫૩૬.૮૦૫ મેટ્રીક ટન , ભિલોડામાં ૫૯.૧૭૫, ધનસુરામાં ૫૨૫.૮૮, માલપુરમાં પ૦૨.૯૨, મેઘરજમાં ૨૦૯.૬૫૫ અને મોડાસામાં ૩૫૩.૨૯૫ મળી જિલ્લામાં કુલ ૨૧૮૬.૭૩ મેટ્રીક ટન ખાતર ઉપલબ્ધ છે.
તેમણે ખેડૂતના આધાર નંબર અને પી.ઑ.એસ મશીન મારફત ફરજીયાતપણે આધાર/ બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન કરી ખાતર વિતરણ કરવામાં આવતું હતું પરંતુ હાલમાં ઉદભવેલ COVID-૧૯ ની સ્થિતીને ધ્યાને લઈ સાવચેતીના પગલાં રૂપે પી.ઓ.એસ મશીન મારફત કરવામાં આવતું આધાર/બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન મરજીયાત કરવામાં આવેલ છે તો ખાતરની બાબત નિશ્ચિત રહિ ખરીદી સમયે આવશ્યક માસ્ક પહેરવાની સાથે સોશ્યિલ ડિસ્ટન્ટ જાળવવા પણ અપીલ કરી હતી.