અરવલ્લી જિલ્લાના મોડાસામાં વીજ વિભાગની જનજાગૃતિ માટે રેલી યોજાઈ
મોડાસા, ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ખાસ વીજ સલામતી સપ્તાહની ઉજવણી થઈ રહી છે .આજરોજ મોડાસામાં પણ વીજ વિભાગની જનજાગૃતિ માટે રેલી યોજાઈ હતી જેમાં ચોમાસા દરમિયાન વીજ કરંટથી સાવધાની રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. સાથે વીજ સલામતી માટે કાળજી રાખવા જેવી બાબતોમા લોકોને સમજ સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ માટે તકેદારીના પગલાંની પણ જાણકારી આપવામાં આવી હતી.સલામતીના અક્ષર ચાર.. સમજે એનો બેડો પાર, વીજળીનો ઝટકો.. અકસ્માતનો ફટકો વીજ અકસ્માતમાં વળતર મળે પણ કપાયેલા અંગ વેચાતાં ન મળે….જેવા સૂત્રો સાથે વીજ કર્મીઓ દ્વારા શહેરમાં જાગૃતિ રેલી યોજવામાં આવી હતી.
આ રેલીમાં વીજ અધિકારીઓ જોડાયા હતા જેમાં અધિક્ષક ઈજનેર એલ.એફ. ડાભી,મોડાસાના કાર્યપાલક ઈજનેર વી.એસ.સોલંકી,નાયબ.ઇજનેર એ.જી.વાઘેલા, એમ. બી. ડામોર,જી.વી.પરમાર અને દિપકભાઈ વહોનિયા ,ટીટોઇ વગેરે પણ જોડાયા હતા અને લોકોને વીજ સલામતી સપ્તાહ અન્વયે વીજ અકસ્માત ઘટાડવા અને અટકાવવાના વિવિધ પગલાં અંગે જરૂરી સમજ અને તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું હતું.વીજ અકસ્માતો અટકે તે દિશામાં યુજીવીસીએલના પ્રયાસોના ભાગરૂપે વીજ સલામતી સપ્તાહમાં આ રેલી યોજવામાં આવી હતી.*