Western Times News

Gujarati News

અરવલ્લી જિલ્લાના ૨૪ને ગવર્નમેન્ટ જયારે ૯૨૫ લોકોને હોમ કવોરન્ટાઇન કરાયા

જિલ્લામાં લેવાયેલ ૩૪૬ સેમ્પલ પૈકી ૫૬ શંકાસ્પદ દર્દી

અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસને સંક્રમણને અટકાવવા તેમજ તકેદારી રાખવા છંતા મોડાસા શહેરી અન્ય જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટીવ દર્દીઓ મળી આવ્યા હતા. જેને આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે.  અરવલ્લી કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોએકટીવ અને કોમ્યુનીટી સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં જિલ્લામાં હાઉસ ટુ હાઉસ ૧૧,૧૦,૭૬૯ લોકોનુ સર્વેલન્સ હાથ ધરાયું. જેમાં કુલ ૧૨,૩૧૨ યાત્રીઓ આવ્યા હોવાનું માલૂમ પડ્યુ હતું.

જેમાંથી ૧૦૦૬ લોકોને ૧૪ દિવસ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. જયારે હાલ ૯૨૫ લોકોને હોમ કવોરન્ટાઇન અને ૨૪ લોકોને ૧૪ દિવસ માટે ગવર્નમેન્ટ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જિલ્લામાં ૫૭ આઇસોલેશનની સુવિધા હેઠળ છે જિલ્લામાં અત્યાર સુધી ૩૪૬ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ૧૬ લોકોને રીપોર્ટ કોરોના પોઝિટીવ જયારે ૨૭૫ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે જયારે જિલ્લામાં હજુ પણ ૫૬ શંકાસ્પદ દર્દીઓના રીપોર્ટ પેન્ડીંગ છે.

જિલ્લાની સાર્વજનિક હોસ્પિટલમાં ૫૦ જયારે બાયડની વાત્રક હોસ્પિટલમાં ૧૦૦ બેડની સુવિધા સાથે આઇસોલેશન વોર્ડ સજ્જ કરવામાં આવ્યો છે. જયારે જિલ્લાકક્ષાએ ૨૨૮ બેડની સુવિધા સાથે ચાર જગ્યાએ ક્વોરોનટાઇન સુવિધા ઉભી કરવામાં આવી છે આ ઉપરાંત તાલુકાકક્ષાએ ૬ કવોરોન્ટાઇન સેન્ટરમાં ૨૫૭ બેડની સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે.
જિલ્લામાં કોરોના વાયરસને પંહોચી વળવા જિલ્લાકક્ષાએ ૧૦૩૫ આશા અને આંગણવાડી કાર્યકર, ૨૧૯ ફિમેલ હેલ્થ વર્કર, ૨૧૯ શિક્ષકો તેમજ ૨૧૯ સહાયક સ્ટાફ સજ્જ રાખવામાં આવ્યો છે.  (દિલીપ પુરોહિત- બાયડ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.