અરવલ્લી જિલ્લાની શાળાઓના કર્મચારીઓનો પાંચમો વહીવટી ગુણવત્તા સેમિનાર મેઘરજ ખાતે યોજાયો

જિલ્લાની 200 થી વધુ માધ્યમિક અને ઉ.માં શાળાઓના વહીવટી કર્મચારીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું
અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને અરવલ્લી જિલ્લા માધ્યમિક અને ઉ.માં શાળા વહીવટી કર્મચારી સંઘ ના સંયુકત ઉપક્રમે વહીવટી ગુણવત્તા સેમિનાર મેઘરજની પી.સી.એન હાઈસ્કૂલ ખાતે પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.સેમિનારમાં જિલ્લાની 200 થી વધુ શાળાઓના વહીવટી કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગેની વિગત આપતા જિલ્લા વહીવટી સંઘના અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ અને પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ, મંત્રી કિશોરભાઈ પંચાલ સાહિતે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી ગુણવત્તા સેમિનાર મેઘરજની પી.સી.એન હાઈસ્કૂલ ખાતે કેળવણી મંડળના પ્રમુખ કનૈયાલાલ કાવઠીયા,બોર્ડ સભ્ય મુકેશભાઈ રાવલ, પરસોત્તમ સોનારા ,જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ , કેળવણી મંડળ ના હસમુખભાઇ શાહ ,દિલીપભાઈ ત્રિવેદી સહિત અશોકભાઈ પટેલ,પ્રશાંતભાઈ અધવર્યું, પ્રવીણભાઈ પટેલ,આચાર્ય સઘના મહામંત્રી પ્રભુદાસભાઈ પટેલ,સંજયભાઈ જોશીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો
સેમિનારમાં 200 થી વધુ જિલ્લાની માધ્યમિક અને ઉ.માં શાળાઓના વહીવટી કર્મચારીઓ ઉપસ્થિત રહી વહીવટી માર્ગદર્શન મેળવ્યું હતું. સેમિનારમાં નિષ્ણાત અધિકારીઓ દ્વારા વહીવટી સૂઝ આપવામાં આવી હતી. અને શાળાઓમાં પડતી મુશ્કેલીઓ નું નિવારણ વહીવટી કર્મચારી જ કરી શકે છે.શાળાઓની કામગીરી ઓનલાઈન થઈ જાય
તે માટે ના પ્રયત્નો હાથ ધરી ઝડપી માહિતી મેળવાશે અને ચેક લિસ્ટ મુજબ જ જો ફાઇલ તૈયાર કરી મોકલવામાં આવેતો કોઈ દરખાસ્ત પરત આવે જ નહીં.,અને કોઈપણ કર્મચારીની વહીવટી કામગીરી તાત્કાલિક કરવી જોઈએ એમ ડી ઇ ઓ ગાયત્રીબેન પટેલે જણાવ્યું હતું. જિલ્લાની શાળાઓમાંથી વય નિવૃત થયેલા વહીવટી કર્મચારીઓનું સન્માન કરાયું હતું.સેમિનાર ને સફળ બનાવવા માટે રમણલાલ પ્રજાપતિ,યગ્નેશભાઈ ,મણિલાલ પટેલ, નારણભાઇ પટેલ સહિત મહાનુભાવો એ ભારે જહેમત ઉઠાવી હતી.