અરવલ્લી જિલ્લામાંથી કૃભકોમાં ડિરેકટર સહિત સહકારી આગેવાનોનું સન્માન કરાયું
મોડાસા: નવી દિલ્હી ખાતેની રાષ્ટ્રીય કક્ષાની સહકારી સંસ્થા કૃભકોમાં અરવલ્લી જિલ્લામાંથી તાજેતરમાં જ ડિરેકટર તરીકે બિન હરીફ ચૂંટાયેલા બે સહકારી આગેવાનો તાલુકા સંઘના વાઇસ ચેરમેન વિનુભાઈ પટેલ(વણીયાદ) અને તાલુકા સંઘના ડિરેકટર હીરાભાઈ ડી.પટેલ (ટીટોઇ) સહિત મોડાસા તાલુકાના અગ્રણીઓનું અરવલ્લી જિલ્લા સહકારી સંઘ દ્વારા તાજેતરમાં યોજાયેલા સહકાર સંમેલનમાં સંઘના અધ્યક્ષ પ્ર ભુદાસભાઈ પટેલ, ઉપાધ્યક્ષ ભીખાજી ડામોર,ડિરેક્ટરો અને ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે ફુલહાર અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં સમારોહ પ્રમુખ પદે ઉપસ્થિત જાણીતા ઉદ્યોગપતિ ભામાશા મહાસુખભાઈ પટેલ(ડુઘરવાડા વાળા) અને મુખ્યમહેમાનો ઉપરાંત આમંત્રણને માન આપીને ઉપસ્થિત અન્ય આગેવાનોમાં સાબરડેરી ડિરેકટર કાંતિભાઈ એસ.પટેલ (ધનસુરા), ભીખુસિંહ પરમાર(ચારણવાડા), સા.કા.બેંક ડિરેકટર નરેન્દ્રભાઇ ઉપાધ્યાય(મેઘરજ),સાબરકાંઠા જિલ્લા ખ.વે. સંઘના ડિરેકટર હસમુખભાઈ પટેલ(મેઢાસણ),સંદેશના પત્રકાર અલ્પેશભાઈ પટેલ (ઉદેપુર- આકરુંદવાળા, હાલ.અમદાવાદ, ) મોડાસા માર્કેટ- તાલુકા સંઘના ડિરેકટર વિમલભાઇ પટેલ (સાયરા), જીનના ડિરેકટર રાજુભાઇ પટેલ (આનંદપુરા કંપા), જીનના ડિરેકટર પ્રભુદાસભાઈ.એલ. પટેલ (રખિયાલ), તાલુકા સંઘના ડિરેકટર કચરાભાઇ પટેલ (સજાપુર-ટિટીસર), નિવૃત પી. આઈ. કનુભાઈ બી.પટેલ (ઉમેદપુર-બોલુદ્રા) નું પણ શાલ-ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.