અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કોરોના રેપિડ કીટોની અછત સર્જાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/11-1.jpg)
વર્તમાનમાં કોરોના મહામારીએ માજા મુકી છે, દિવસે દિવસે કોરોના સંક્રમિત દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે જિલ્લામાં સતત કોરોના દર્દીઓ વધતા જાય છે અને ઘણા દર્દીઓને કોરોના ભરખી ગયો છે, તેવામાં ગંભીર કહી શકાય તેવી બાબત સામે આવી છે, અરવલ્લી જિલ્લામાં કોરોના ટેસ્ટ માટેની રેપિડ કીટોની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં અછત સર્જાઈ છે….
અત્યાર સુધી અરવલ્લી જિલ્લામાં ઓક્સિજન, બેડ તેમજ સારવારમાં જરૂરી ઇન્જેક્શન અને દવાઓની અછત વર્તાઈ રહી છે, ત્યારે હવે કોરોનાના શરૂઆતી લક્ષણો ધરાવતા દર્દીઓને કોરોના ટેસ્ટ માટે જરૂરી રેપિડ કીટોની છેલ્લા ઘણા દિવસોથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં અછત સર્જાતાં ઘણા દર્દીઓ તેમજ તેમના પરિવારજનો કોરોના રેપિડ ટેસ્ટ માટે પરેશાન થઈ રહ્યા છે….
અરવલ્લી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં તંત્ર દ્વારા ગણતરીમાં રેપીડ કિટો ફાળવવામાં આવતાં કોરોના સંક્રમણના પ્રાથમિક લક્ષણો ધરાવતા દર્દીઓને સમયસર રેપિડ ટેસ્ટ થતો નથી એટલુજ નહી પણ જેના પરિવારમાં એક વ્યક્તિ કોરોના સંક્રમિત થયો હોય તેમના પરિવારના સભ્યોનો પણ રેપિડ કીટોના અભાવે ટેસ્ટ કરવામાં આવતો નથી તે એક અતિ ગંભીર બાબત છે….