અરવલ્લી જિલ્લામાં જનતા કર્ફયુમાં શહેરો-ગામડાઓ સ્વયંભૂ જોડાયા
મોડાસા શહેરમાં કેટલાક સ્થળોએ દૂધની અછત સર્જાઈઃતેલના પણ કાળા બજારઃ લેભાગુ વેપારીઓ સામે ભારે રોષ
(પ્રતિનિધિ) મોડાસા, વિશ્વમાં ભારે કહેર મચાવી રહેલા કોરાના વાયરસની સામે સાવચેત રહેવા અને તેનાથી બચવાના ઉપાય તરીકે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં આજે જનતા કારફ્યુ રાખવા કરવામાં આવેલ અનુરોધ..અપીલને લોકોએ જડબેસલાક પ્રતિસાદ આપ્યો હતો.આજે અરવલ્લી જિલ્લામાં પણ લોકોએ જનતા કારફ્યુને ભારે પ્રતિસાદ આપીને દરેક નાગરિકો ઘરોમાં જ પરિવાર સાથે રહીને જનતા કારફ્યુને ભારે સમર્થન આપ્યું હતું.
મોડાસા સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામ તમામ તાલુકા મથકો..શહેરો.. ગામડાઓની જનતાએ વડાપ્રધાનના એલાનને પગલે બંધ પાળ્યો હતો.શહેરો ઉપરાંત નાના મોટા ગામોમાં પણ ચકલુય ફરકતું ન હતું.લોકોએ કોરાના વાયરસ સામેની લડતમાં જોડાવા જનતા કારફ્યુને વ્યાપક અને અસરકારક પ્રતિસાદ આપતા સમગ્ર જિલ્લાના તમામ માર્ગો..શહેરો.. ગામડાઓની ગલીઓ..પણ સુમસામ ભાસતી હતી. અરવલ્લી જિલ્લાની જનતાએ આ જનતા કારફ્યુને જબરજસ્ત સમર્થન કર્યું હતું.
મોડાસા શહેરના તમામ રસ્તાઓ.. માર્ગો સુમસામ બની ગયા હતા.દૂધનું વેચાણ વધવા સાથે લેભાગુ વેપારીઓ અને દૂધ વિક્રેતાઓ તેમજ તેલ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવો વધારી દઈને ખુલ્લી લૂંટ ચાલવાઈ હોવાની લોકોમાં ફરિયાદ ઉઠવા પામી હતી.*