અરવલ્લી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ થતા ખેડૂતો ચિંતિત
અરવલ્લી જિલ્લા માં કેટલાક સમયથી વાદળછાયું વાતાવરણ સર્જાય છે.ધનસુરા તાલુકામાં પણ થોડાક દિવસ અગાઉ કમોસમી માવઠું પણ થયું હતું ફરી ધનસુરા તાલુકાના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું.જેનાથી ખેડૂતો ચિંતિત બન્યા છે.તાલુકામાં જીરુ,વરિયાળી,ઘઉં અને જેવા પાકો ની વાવણી સારા પ્રમાણમાં છે જેથી વાદળછાયા વાતાવરણ થી તાલુકાના ખેડૂતો ચિંતિત બન્યા છે.હાલમાં ઘઉં નું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે જેથી વરસાદી માવઠાથી પાકને નુકસાન થઈ શકે છે.હાલ માં ધનસુરા તાલુકા માં બટાકા કાઢવાની કામગીરી શરૂ છે.ત્યારે બટાકા કાઢવાની કામગીરી સમયે વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે.