અરવલ્લી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે “યોગ કરીશું કોરોનાને હરાવીશું” અભિયાનનો પ્રારંભ
સાકરીયા: અરવલ્લી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ કરીશું કોરોનાને હરાવીશું જનજાગૃતિ અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો છે.જિલ્લા યોગ કોચ જયેન્દ્ર મકવાણાના જણાવ્યાનુસાર પુરા એક સપ્તાહ સુધી ગામેગામ લોકોને યોગ અંગે જાગૃતિ લાવવા અભિયાનને વેગવાન બનાવાશે.
અરવલ્લી જિલ્લાના યોગ કોચ જયેન્દ્ર મકવાણા દ્વારા તાલીમ લીધેલા યોગ ટ્રેનરો જિલ્લાના ગામે ગામ ક્લાસ ચાલુ કરી દીધા છે યોગ કરીશું કોરોના ની હરાવીશું તે સુત્રને સાર્થક કરવા અરવલ્લી જિલ્લાના યોગ કોચ અરવલ્લી જિલ્લામાં પ્રચાર-પ્રસારના માધ્યમથી યોગ સપ્તાહ ની ભવ્ય ઉજવણીમાં જોડાયા છે