અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખેડૂતોના હૈયે હરખ બાયડ મા પણ વરસાદની તોફાની બેટિંગ
અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વાદળછાયું વાતાવરણ છવાયેલું છે પરંતુ વરસાદના આવતા વાતાવરણમાં ઉકળાટ વધતા અને અસહ્ય ઉકળાટ વચ્ચે જિલ્લાવાસીઓ હેરાન-પરેશાન થઈ ચૂક્યા હતા
જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ગત મોડી રાત્રે અને આજે સવારથી જ દિવસે ઝરમર ઝરમર સાર્વત્રિક વરસાદ યથાવત રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં આનંદ છવાયો હતો અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથીજ સાર્વત્રિક વરસાદ જિલ્લામાં જોવા મળ્યો હતો જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ ખાબક્યો હતો હતો વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂત પુત્રોમાં ખુશાલી છવાઈ હતી