અરવલ્લી જિલ્લામાં સી.એ.એ. જનજાગરણ વ્યાપક અભિયાન અંતર્ગત ઘરેઘરે જનસંપર્ક કાર્યક્રમો યોજાયા
(પ્રતિનિધિ)મોડાસા, અરવલ્લી જિલ્લામાં તમામ ૮ મંડલોના ૧૦૫૮ બુથને આવરી લઈને સી.એ જનજાગરણ વ્યાપક અભિયાન અંતર્ગત ઘરેઘર જનસંપર્ક કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લાના અધ્યક્ષ રણવીરસિંહ ડાભી, મહામંત્રી શામળભાઇ પટેલ, એસ.એમ.ખાંટ, અભિયાન ઇન્ચાર્જઆશ્રીઓ સહિતના જિલ્લાના અગ્રણીઓ અલગ અલગ તાલુકાઓમાં ઘર ઘર સંપર્ક કરીને આ કાયદા અંગેની વિસ્તૃત જાણકારી નાગરિકોને આપી હતી.
આ અભિયાન દરમ્યાન તમામ મંડલના બુથમાં આવા જનસંપર્ક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં મોડાસા, ધનસુરા, બાયડ, માલપુર, મેઘરજ અને ભિલોડા એમ ૬ તાલુકા મંડલો અને બાયડ શહેર અને બાયડ શહેર એમ શહેર મંડલો મળીને આઠેય મંડલોમાં સંગઠનના તાલુકા-જિલ્લાના આગેવાનો કાર્યકરો, પ્રમુખ-મહામંત્રીઓ, વિવિધ મોરચાના અને સેલના કાર્યકરો પોત પોતનાં વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાનમાં જોડાયાં હતા.
જેમાં આ અભિયાન અંતર્ગત આ મુજબ તાલુકાઓમાં અગ્રણીઓએ જનસંપર્ક કર્યો હતો અને જન જાગરણ અભિયાન હાથ ધર્યું હતું. તે અનુસાર મોડાસા તાલુકામાં જિલ્લા ભાજપ પ્રમુખ રણવીસિંહ ડાભી, ભિલોડામાં મહામંત્રી શામળભાઈ પટેલ, માલપુર તાલુકામાં બક્ષીપંચ મોરચા પ્રમુખ ભીખાજી ડામોર, ધનસુરા તાલુકામાં ઉમેદવાર ભીખુસિંહ પરમાર, બાયડમાં જિલ્લા ઉપપ્રમુખ ભૂપતસિંહ સોલંકી, મેઘરજ તાલુકામાં ભાજપના ઉમેદવાર પી.સી.બરંડા દ્વારા આજે આ અભિયાન હાથ ધરાયુ હતું. દરમિયાન ભિલોડા તાલુકામાં સાંસદ દિપસિંહ રાઠોડ પણ કેટલાક બુથ વિસ્તારોમાં જનસંપર્ક કરીને લોકોને સીએએ અંગે માર્ગદર્શનને માહિતી આપી હતી.