અરવલ્લી જિલ્લા અનામત રક્ષા મંચના નેજા હેઠળ ઓબીસી,એસસી,એસટી કાર્યકરો દ્વારા રેલી યોજાઈ

મોડાસા: અરવલ્લી જિલ્લામાં આજરોજ અનામત રક્ષા મંચના નેજા હેઠળ ઓબીસી,એસસી,એસટી કાર્યકરો દ્વારા રેલી યોજાઈ હતી.અરવલ્લીમાં અનામત રક્ષા મંચ દ્વારા રેલી યોજાઈ
સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજિંગ ડિરેકટર પંકજભાઇ એન.પટેલ અને અન્ય જ્ઞાતિ અગ્રણીઓની આગેવાની હેઠળ આજરોજ ઓગસ્ટ -૨૦૧૮નો ઠરાવ રદ કરવા રેલી યોજી આવેદન અપાયું હતું.
મોડાસા હજીરા વિસ્તારમાંથી આ રેલી જિલ્લા કલેકટર કચેરીએ જઈને પંકજભાઇ પટેલની આગેવાનો હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં ઓગસ્ટ.2018ના ઠરાવને રદ કરવા માટે માંગણી કરવામાં આવી હતી.આ રેલીમાં ઓબીસી,એસસી અને એસટીના યુવાનો સહિત યુવાનો મોટી સંખ્યામાં જોડાયાં હતાં.
અનામત રક્ષા મંચ(ગુજરાત)ના કન્વીનર શાંતિજી ઠાકોર,પ્રદેશમાંથી (ARM)હાર્દિકભાઈ ચૌધરી,માનસિંહભાઈ ચૌધરી તેમજ અરવલ્લી જિલ્લાના પંકજભાઈ પટેલ,રેવાભાઈ ભાંભી,મુકેશભાઈ(નિવૃત બેંક મેનેજર),નીકુંજભાઈ પરમાર, સંજયભાઈ પટેલ,સંજયભાઈ ચૌધરી,ધાર્મિક પટેલ,ડાહ્યાભાઈ પટેલ,કરણ પટેલ,જીજ્ઞેશ પટેલ,નિલેશ પ્રજાપતિ સહિતના અગ્રણીઓ આ રેલીમાં જોડાયા હતા.