અરવલ્લી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ
અરવલ્લીના આદિજાતિ તાલુકાઓના સર્વાગી વિકાસના ૪૯૪ કામો માટે રૂ. ૧૦૨૭. ૫૯ લાખની જોગવાઇ કરાઇ
સાકરિયા: અરવલ્લી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક જિલ્લા પ્રભારી તથા આદિજાતિ અને વન રાજય મંત્રી શ્રી રમણલાલ પાટકરના અધ્યેક્ષસ્થારને જિલ્લા કલેકટર કચેરી મોડાસા ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૦૨૧ના જિલ્લાના આદિજાતિ તાલુકાઓના સર્વાગી વિકાસના કામોની પ્રાથમિકતા આપવામાં આવી હતી.
જિલ્લાી પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લા ના વિકાસના કામો ઝડપભેર પૂર્ણ કરવા અને વિકાસની ગતિને તેજ બનાવવા અધિકારીઓને અપીલ કરી હતી. અને જિલ્લાની શાળાઓના ઓરડા, પીવાના પાણી અને વિજળીકરણની બાકી કામગીરીને ઝડપથી પુરા કરવા વહિવટીતંત્રના અધિકારીઓનું ધ્યાેન દોર્યુ હતું
ન્યુ ગુજરાત પેટર્ન વર્ષ ૨૦૨૦-૨૧ની નાણાંકીય જોગવાઇ અને આયોજનની વિગત અંતર્ગત ભિલોડા તાલુકાના ૩૧૭ કામો માટે રૂ. ૭૧૮.૨૬ લાખનું આયોજન કરવામાં આવ્યું હતું જયારે મેઘરજના ૧૬૧ કામો માટે રૂ. ૨૯૫.૪૨ લાખની જયારે જિલ્લાના મોડાસા અને માલપુર તાલુકાના છૂટાછવાયા આદિજાતિ ગામોના વિકાસના ૧૬ કામો રૂ. ૧૩.૯૧ લાખના મળી જિલ્લામાં આદિજાતિ તાલુકાઓના સંવાર્ગી વિકાસના ૪૯૪ કામો માટે રૂ. ૧૦૨૭.૫૯ નું આયોજન હાથ ધરવામાંઆવ્યું છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, ભિલોડા-મેઘરજના ધારાસભ્ય શ્રી ડૉ.અનિલ જોષીયારા, અરવલ્લી કલેકટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા્ વિકાસ અધિકારી શ્રી ડૉ.અનિલ ધામેલીયા, અધિક કલેકટર શ્રી આર.જે.વલવી, પ્રાયોજના અધિકારી શ્રી મુનિયા,અગ્રણી શ્રી રણવીરસિંહ ડાભી સહિત સહિત તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, તથા અગ્રણી પદાધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, તાલુકાકક્ષાના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.