અરવલ્લી જિલ્લા પ્રા.શિ.સંઘ ની ઉપપ્રમુખની ચૂંટણીમાં અનિલ પટેલનો વિજય
અરવલ્લી :અરવલ્લી જિલ્લા પ્રા.શિ.સંઘ ની ઉપપ્રમુખ ની ચૂંટણી માં અનિલભાઈ પટેલ (ધનસુરા) નો 1734 ની લીડ સાથે વિજય થયો હતો.જ્યારે મહામંત્રી પદ ની ચૂંટણી માં આશિષભાઈ પટેલ નો 359 મતે વિજય થયો હતો.આ અગાઉ પ્રમુખ પદે હસમુખભાઈ પટેલ ની બિનહરીફ વરણી થઈ હતી.જ્યારે ઉપપ્રમુખ અને મહામંત્રી ના પદ માટે ચૂંટણી યોજાઈ હતી.અગાઉ યોજાયેલી ચૂંટણી રદ થતા ફરી ચૂંટણી યોજાઈ હતી.જેમાં શનિવાર ના રોજ જિલ્લામાં તમામ તાલુકાઓમાં 12 બુથો પર મતદાન યોજાયું હતું.જેની મતગણતરી મેઘરજ ખાતે યોજવામાં આવી હતી.જેમાં અનિલભાઈ પટેલ નો ઉપપ્રમુખ પદે અને આશિષભાઈ પટેલ નો મહામંત્રી પદે વિજય થયો હતો.