અરવલ્લી જિલ્લા હોમગાર્ડઝની ટીમનો કબડ્ડી અને વાલીબોલ સ્પર્ધામાં ભવ્ય વિજય
(પ્રતિનિધિ)મોડાસા, અરવલ્લી જિલ્લા હોમગાર્ડઝની ટીમનો કબડ્ડી અને વાલીબોલ સ્પર્ધામાં ભવ્ય વિજય થયો છે. ગુજરાત રાજ્યના કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝ ટી.એસ. બીષ્ટની સુચનાનુસાર આજરોજ ઉત્તર ગુજરાત રિઝીયોનલ સેન્ટર ,સુઢીયા(જિ. મહેસાણા) ખાતે ઉત્તર ઝોન હોમગાર્ડઝ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અરવલ્લી જિલ્લાના હોમગાર્ડઝના સભ્યોની ટીમ કબડ્ડી અને વાલીબોલ સ્પર્ધામાં પ્રથમ જ્યારે ગોળાફેકમાં દ્વિતિય સ્થાન મેળવી અરવલ્લી જિલ્લા હોમગાર્ડઝનું ગૌરવ વધાર્યું છે.અરવલ્લીના જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ દિનેશભાઇ ડી.પટેલના સતત માર્ગદર્શન તેમજ દેખરેખ હેઠળખેલાડીઓએ આ અંગેની પૂર્વ તૈયારીઓ કરી હતી.અને તેમણે રમતોત્સવ દરમિયાન સ્થળ ઉપર ઉપસ્થિત રહીને તમામ વિજેતા ખેલાડીઓને બિરદાવ્યા હતા તેમજ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર તમામ હોમગાર્ડઝને પ્રોત્સાહિત કર્યા હતા.