અરવલ્લી જિલ્લામાં ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષા માટે વહિવટી તંત્ર સજ્જ ૫ માર્ચ થી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

ભિલોડા: ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૦,૦૫૭ અને વિજ્ઞાન પ્રવાહમાં ૨૩૦૮ વિઘાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ ૧૦માં ૨૬ કેન્દ્રો પરથી ૨૨,૨૩૩ વિઘાર્થીઓ પરીક્ષા આપશે ગુજરાત રાજયમાં બોર્ડની પરીક્ષાના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોતાના ભવિષ્યની ચિંતા અને સારા ગુણ મેળવી ઉજ્જવળ કારકિર્દીની ઝંખના સાથે વિઘાર્થીઓ તન તોડ મહેનત કરી રહ્યાં છે.બીજી બાજુ વિઘાર્થીઓ નિર્વિઘ્ને અને સ્વસ્થ્ય સુયોગ્ય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લાના વહીવટી તંત્રએ પણ કમરકસી છે.જેને અનુલક્ષીને મગળવારના રોજ કલેકટર કચેરી ખાતે માન. કલેક્ટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકરેની ઉપસ્થિતિમાં પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.
આ વર્ષે ૦૫ માર્ચથી શરૂ થનાર બોર્ડની પરીક્ષામાં અરવલ્લી જિલ્લામાં એસ.એસ.સી ના ૨૬ કેન્દ્રો પરથી ૨૨,૨૩૩ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.જયારે ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં ૨,૩૦૮ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જયારે સામાન્ય પ્રવાહના ૧૦,૦૫૭ વિઘાર્થીઓ પરીક્ષા આપશે. આ બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન માટે એસ,એસ,સીના મોડાસા ખાતે ઝોન બનાવવામાં આવ્યા હોવાની વિગતે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન એચ. પટેલ,જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ,જીલ્લાના બસ ડેપો મેનેજરો,જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા.