અરવલ્લી જીલ્લામાં “ગંદકી મુક્ત ભારત” અભિયાન સપ્તાહની ઉજવણી કરાઇ
સાકરિયા:સમગ્ર દેશવાસીઓ સ્વચ્છતાના આગ્રહી બને તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગંદકી મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરી છે જે અંતર્ગત અરવલ્લી જીલ્લામાં “ગંદકી મુક્ત ભારત ”અભિયાનની સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ગ્રામ્ય કક્ષાએ જેમાં સરપંચ સાથે ઈ- રાત્રી સભા,એક વખત વપરાશમાં લઇ શકાય તેવા પ્લાસ્ટીકને એકત્રિત અને અલગ કરવાની કામગીરી ઉપરાંત ગામમાં શ્રમદાનની પ્રવૃતિઓ દ્વારા જાહેર મકાનોને સાફ સફાઈ સાથે વ્હાઈટ વોશ કરવો તેમજ શિક્ષણ અને જાગૃતિ માટે સ્વચ્છ ભારત મિશન મોબાઈલ એકેડમીનો પ્રારંભ કરવો, ગ્રામ્ય કક્ષાએ જાહેર સ્થળો,દીવાલો પર વોલ પેન્ટિંગ, શ્રમદાન દ્વારા વૃક્ષારોપણ તેમજ તેમજ “ગંદકી મુક્ત મારું ગામ” થીમ પર ઓનલાઈન,ચિત્ર,નિબંધ સ્પર્ધાનું આયોજન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સફાઇ સહિત સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન જીલ્લા વિકાસ અધિકારીશ્રી ર્ડા. અનિલ ધામેલીયા અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી શ્રી ડી. બી દાવેરાના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાઇ હતી જેમાં અરવલ્લીના ગ્રામવાસીઓ સ્વચ્છતા માટે કટીબધ્ધ બન્યા છે તસવીર બકોર પટેલ મોડાસા