અરવલ્લી જીલ્લામાં ગુજકેટની પરીક્ષામાં ૨૦૨૦ વિદ્યાર્થીઓમાંથી ૧૮૮૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જિલ્લામાં ગુજકેટ પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોડાસાની 9 શાળામાં 120 બ્લોકમાં વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી જિલ્લા શિક્ષણ કચેરી દ્રારા ગુજકેટ ની પરિક્ષા પહેલા તમામ પરિક્ષા કેન્દ્રો સેનાટાઇઝ કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ સોમાવારે યોજાયેલી પરિક્ષામાં વિદ્યાર્થીઓને થર્મલ સ્ક્રિનિંગ બાદ પરિક્ષા કેન્દ્ર પ્રવેશ આપવામાં આવ્યો હતો.
તમામ વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજીયાત કરવામાં આવ્યુ હતું એટલું જ નહીં જે વિદ્યાર્થીઓ પાસે માસ્ક ન હતા તેમને જિલ્લા શિક્ષણ કચેરી દ્રારા માસ્ક પુરા પાડવામાં આવ્યા હતા. કૉરોના વાયરસની મહામારીને ધ્યાન માં રાખીને તમામ પરિક્ષા કેન્દ્રો પર આરોગ્ય વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી હતી. એક બેંચ પર એક જ બેઠક ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગુજરાત માધ્યામિક અને ઉચ્ચતર માધ્યામિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્રારા યોજાયેલ ગુજરાત કોમન એંટ્રેન્સ ટેસ્ટ 2020 માં કુલ 1889 વિધ્યાર્થીઓ નોધાયા હતા. ગુજકેટની પરિક્ષાને ધ્યાનમાં રાખીને તમામ પરિક્ષા કેંદ્રો પર પોલીસના જવાનો તેમજ શિક્ષણ વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી હતી.