Western Times News

Gujarati News

અરવલ્લી જીલ્લામાં ધોધમાર વરસાદ થી ખેતરો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

(તસ્વીરઃ- દિલીપ પુરોહિત, બાયડ)
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લામાં ૨૪ કલાકમાં ૫ ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા અરવલ્લી જીલ્લામાંમેઘરાજાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો છે, મોડીરાતથી વરસાદ બાદ સવારે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભિલોડા નાદારી નદી બે કાંઠે વહી રહી છે ગડાદર રેલવે અંડર પાસમાં પાણી ભરાતા વાહનચાલકોએ ભારે હાલાકી નો સામનો કરવો પડ્‌યો હતો મોડાસા માં ખાબકેલ ભારે વરસાદ થી ક્રોઝવે છલકાયા હતા મોડાસા ના માધુપુર પાસે ક્રોજવે પર પાણી ફરી વળતા મોટી ઇસરોલ રાજલી માધુપુર રાજલીકંપા લક્ષ્મણપુરા સહિત ના ગામો નો સંપર્ક કપાતા ક્રોઝવે ના બંને છેડે લોકો ના ટોળા ઉમટ્યા હતા.

હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. મોડી રાતથી જ મેઘ મહેર રાજા મનમૂકીને વરસી રહ્યા છે. મોડાસા, માલપુર, મેઘરજ, બાયડ, ધનસુરા તેમજ ભિલોડામાં વરસાદ વરસી રહ્યો છે. ત્રણ દિવસ મેઘરાજાએ વિરામ લીધા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંક પ્રસરી હતી. ભારે વરસાદને કારણે વીઝિબિલિટી ઓછી હોવાને કારણે વાહન ચાલકોને હાલાકીઓનો સામનો કરવો પડ્‌યો હતો વરસાદને કરાણે જિલ્લાના જળાશયોમાં પાણીની આવક પણ થવા લાગી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.