અરવલ્લી જીલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સની દેખાવપૂર્તિ કામગીરીથી લોકોમાં રોષ
ચીન થી શરૂ થયેલા કોરોના નામના ચેપીરોગ વિશ્વના ૧૧૦ થી વધુ દેશાને સંકજામાં લઈ ફફડાટ સર્જી દીધો છે.ત્યારે રાજય સરકાર દ્વારા પણ આ રોગ સામે જરૃરી અટકાયતી પગલા ભરવામાં આવી રહયા હોવાના દાવા કરાઈ રહયા છે સાબરકાંઠા- અરવલ્લી જીલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કોરોના વાઈરસના પગલે હરકતમાં આવતા હોટલ,ખાણી-પીણીના સ્ટોલ અને મીઠાઈ દુકાનો પર સર્ચ ઓપરેશન હાથધરી અરવલ્લી જીલ્લામાં ૧૦ થી વધુ સંચાલકોને નોટિસ આપી હતી ગાઢ નિંદ્રામાં પોઢેલું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તહેવાર અને રોગચાળાઓ ફાટી નીકળે ત્યારે સફાળું જાગી ખાનાપૂર્તિ જેવી કામગીરી કરી રહ્યું હોવાની છબી ઉપસી રહી છે
અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં કાયદેસર અને ગેરકાયદેસર ધમધમતી હોટલો,રેસ્ટોરન્ટ,મીઠાઈની દુકાનો અને ખાણી-પીણીના સ્ટોલ ધારકો પાસેથી વર્ષે દહાડે લાખ્ખો રૂપિયાનું સાલિયાણું બાંધી પ્રજાજનોના સ્વાસ્થ્ય સાથે ફૂડ એન્ડ ડ્રગ તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ખિલવાડ કરતા હોવાનું વેપારી આલમમાં ચર્ચાઈ રહ્યું છે બંને જીલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર તહેવાર ની નજદીકી સમયમાં અને રોગચાળો ફાટી નીકળે ત્યારે મોટે ઉપાડે દરોડા પાડી તપાસ રૂપી નાટક કરવામાં આવી રહી હોવાનું જાગૃત નાગિરિકોમાં ચર્ચાઈ રહ્યું છે અગમ્ય કારણોસર ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ રેડ દરમિયાન લીધેલ સેમ્પલના નમુનાનું રિજલ્ટ પણ સમયસર દર્શાવામાં આવતું ન હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી