અરવલ્લી જીલ્લામાં રાજ્ય સરકારના આદેશો ઘોળીને પી ગયા ટ્યુશન સંચાલકો અને મોલ ધારકો
દેશમાં કોરોના વાયરસનો ઝડપી પસાર થઈ રહયો છે.ત્યારે વધતા જતાં કોરોના વાયરસ ના કિસ્સાઓના પગલે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે.જેમાં ૨૯ માર્ચ સુધી શાળા- કોલેજ ,મોલ-થિયેટર બંધ રાખવા સરકાર દ્વારા આદેશ કરાયા છે.ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદાજે ૩૦૦૦ હજારથી વધુ પ્રાથમિક શાળા,માધ્યમિક સ્કૂલ અને શૈક્ષણિક સંકુલ તા.૧૬ માર્ચ થી ૨૯ માર્ચ સુધી બે સપ્તાહ માટે બંધ રખાશે.મોડાસા નગરપાલિકા તંત્ર પણ કોરોના વાઈરસને લઈને પગલે સતર્ક બની ૭૫ એકમોને નોટિસ ફટકારી છે બીજીબાજુ મોડાસા શહેરમાં આવેલ શોપિંગ મોલ અને કેટલાક ટ્યુશન ક્લાસીસના સંચાલકો રાજ્ય સરકારના આદેશોને ઘોળીને પી જતા ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે શોપિંગ મોલના માલિકોએ એક જ શટર ખુલ્લું રાખી તંત્રને આંખમાં ધૂળ નાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે
કોરોના વાયરસથી દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૧.૯૬ લાખથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂકયા છે, જ્યારે ૬૫૦૦ થી વધુ લોકો કોરોનના પગલે મોતને ભેટી ચૂકયા છે.ભારતમાં અત્યાર સુધીમાં ૧૧૨ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થઇ ચૂકયા છે અને ૩ લોકોના મોત થયા છે ગુજરાત સરકારે પણ રાજ્યમાં શોપિંગ મોલ, સ્કૂલ અને કોલેજ ૩૧મી માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે હાલ આરોગ્ય વિભાગ કોરોના વાઈરસને લઈને પણ સતર્ક બન્યું છે ત્યારે અરવલ્લી જીલ્લામાં કેટલાક લોભિયા ટ્યુશન સંચાલકો અને મોલ ધારકો છાનાછપને તેમનો ધંધો ચલાવી બાળકો અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે