અરવલ્લી જીલ્લામાં ૧૬ માર્ચથી ટેકાના ભાવે ઘઉં ખરીદીકેન્દ્ર ધમધમશે : નોંધણી કરાવવા ખેડૂતોની લાઈનો
અરવલ્લી જીલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરતા મબલખ ઉત્પાદન થતા ખેડૂતોમાં આનંદ છવાયો છે
રાજ્ય સરકારે ટેકાના ખરીદી કરવાની જાહેરાતત કરી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ઘઉંની ખરીદી માટે નોંધણી કરવામાં આવી રહી છે આ સાથે જ ચણાની ખરીદી માટે પણ નોંધણી ચાલી રહી છે,,, રાજ્ય સરકારે ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે ૩૮૫/- રૂપિયા પ્રતિ મણ દીઠ નક્કી કરતા ખેડૂતોમાં આનંદ છવાયો છે
અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા, ધનસુરા, બાયડ અને ટિંટોઇ સબયાર્ડ ખાતે ટેકાના ભાવે નોંધણી કરવાની કામગીરી ચાલી રહી છે જેમાં નોંધણી કેન્દ્રો પર ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા માટે ખેડૂતોએ લાઈનો લગાવી દીધી છે સરકારે ચાલુ સાલે ટેકાના ભાવે ખરીદ કેન્દ્રો પર ઘઉંનો પ્રતિ મણ રૂ.૩૮૫ નક્કી કરતા ખેડૂતોમાં આનંદ છવાયો છે તેમજ ચણા પકવનાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પણ ટેકાના ભાવે ખરીદી કરવા માટે મોડાસા, મેઘરજ અને માલપુર ખાતે નોંધણી કરાઈ રહી છે, આગામી ૧૬ માર્ચથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવશે તેવું ખરીદ કેન્દ્ર અધિકારીએ જણાવ્યું હતું.