અરવલ્લી જીલ્લા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ત્રીજી-ચોથી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/01/06-5-1024x473.jpeg)
અરવલ્લી જીલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ માટે સતત અગ્રેસર અને છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવા પ્રયત્નશીલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જીલ્લા શાખાની ત્રીજી અને ચોથી વાર્ષિક જનરલ સભા શાખાના પ્રમુખ અને જીલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરના અધ્યક્ષસ્થાને કલ્યાણી ગર્લ્સ હોસ્ટેલ ખાતે યોજાઈ હતી.
જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજય શાખાના વાઇસ ચેરમેન સુમિતભાઈ ઠક્કર , ભાવનગર રેડક્રોસ જિલ્લા શાખાની ચેરમેન મિલનભાઈ દવે ભાવનગર રેડક્રોસ ના રોહિતભાઈ ભંડેરી ,મોડાસા શાખાના ચેરમેન ભરતભાઈ પરમાર,સેક્રેટરી રાકેશ જોશી, ટ્રેઝરર જીતેન્દ્રભાઈ અમીન, મેઘરજ તાલુકા બ્રાન્ચના દીપકભાઈ રામદેવપુત્રમ અને નગરપાલિકા પૂર્વ પ્રમુખ વનીતાબેન પટેલ હાજર રહ્યા હતા .
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જીલ્લા શાખાના ચેરમેન ભરતભાઇ પરમાર દ્વારા શાબ્દિક સ્વાગત કરી પધારેલ તમામ મહેમાનોનું બુ કે શાલ થી સન્માન તેમજ મોમેન્ટો આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું કારોબારી સભ્ય વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા ગત સભાનું પ્રોસેડીગ વાંચી જનરલ સભાની વિધિવત શરુ કરવામાં આવી હતી શાખાના ચેરમેન
ભરતભાઇ પરમારે રેડ કોસ ની પ્રવૃતિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી ટ્રેઝરર જીતેન્દ્રભાઈ અમિન ધ્વારા વર્ષ ૨૦૧૭-૨૦૧૮ તેમજ વર્ષ ૨૦૧૮-૨૦૧૯ એમ બે વર્ષનો નાણાકીય અહેવાલ રજુ કર્યો હતો અરવલ્લી જીલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે રેડક્રોસ સોસાયટીની આરોગ્યલક્ષી સેવાઓની સરાહના કરી હતી
અને તેમની જરૂરિયાત સરકારી ખાલી મકાન અથવા જમીન તેમજ રેડક્રોસ બ્લડ બેન્ક માટે પૂરો સહયોગ આપવા જણાવેલ હતું . રેડક્રોસ અમદાવાદનાં વાઇસ ચેરમેન સુમિતભાઇ ઠક્કરે અરવલ્લી જિલ્લાની રેડક્રોસ ની પ્રવૃત્તિને બિરદાવી હતી . રેડક્રોસ ભાવનગરના ચેરમેન મિલનભાઈ દવેએ રેડ ક્રોસ ભાવનગરની વિવિધ પ્રવૃત્તિનીઓની માહિતી આપી હતી .
વર્ષ ૨૦૧૯-૨૦૨૦ અરવલ્લી રેડક્રોસ સોસાયટીની ચેરમેન સહીત નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી જેમાં ચેરમેન તરીકે ભરતભાઇ પરમારની, ઉપપ્રમુખ અમરતભાઈ એસ.પટેલ, સેક્રેટરી રાકેશભાઈ જોષી, અને ટ્રેઝરર તરીકે જિતેન્દ્રભાઈ અમીન અને બાકીના અન્ય કારોબારી સભ્યોની વર્ણી સર્વાનુમતે કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રેડક્રોસના અરવિંદભાઇ શ્રીમાળી , વિઠ્ઠલભાઈ પટેલ , નરેશભાઈ પારેખ , વિજયભાઈ પેશવાણી , કે . કે . શાહ , મુકેશભાઈ પટેલ, ધનજીભાઇ લેઉવા , તેમજ રેડક્રોસનો સ્ટાફગણ અને રાહતદરની લેબોરેટરીનો સ્ટાફગણ ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન જયેન્દ્રભાઈ પંડ્યા ( સરસ્વતી હાઇસ્કૂલ મોડાસા ) દ્વારા કરવામાં આવ્યું હતું