અરવલ્લી જીલ્લા કલેક્ટર સાઠંબાની પ્રાથમિક શાળામાં પહોંચ્યા :બાળકો સાથે ભોજન લીધું
અરવલ્લી:અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર હાલ જિલ્લાની સિસ્ટમને ઠીક કરવા તેમજ વિવિધ બદલાવ કરવા માટે સરકારી કચેરીઓ તેમજ શાળાઓની મુલાકાત કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર આજે અચાનક સાઠંબાની સરકારી શાળા નંબર 2ની ઓચિંતી મુલાકાતે પહોંચી ગયા હતા જ્યાં તેમણે મધ્યહન ભોજન અંગે ચકાસણી કરી હતી. તેમણે શાળામાં મધ્યાહન ભોજન સમયે જ પહોંચી ગયા હતા, અને બાળકોને શાળામાં મળતા ભોજન અંગે બાળકો સાથે સહજ ભાવે ચર્ચા કરી હતી.
બાળકોને મધ્યહન ભોજનમાં શું-શું મળે છે અને ભોજન કેવું મળે છે તે અંગે જિલ્લા કલેક્ટરએ પૂછપરછ કરી હતી. આજે જ્યારે કલેક્ટર સાઠંબાની સ્કૂલમાં ઓચિંતા પહોંચી ગયા હતા જ્યાં બાળકો માટે તૈયાર બનાવેલ પુલાવની લિજ્જત માણી હતી. બાળકો સાથે જ અરવલ્લી જિલ્લા કલેક્ટર સાદગીથી ભોજન જમ્યા હતા.