Western Times News

Gujarati News

અરવલ્લી જીલ્લા પોલીસને ટ્રાફિક નિયમન માટે સરકારે ૫ બુલેટ ફાળવી 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં ટ્રાફિક પોલીસને વધુ આધુનિક બનાવવા અને સરળતાથી કામ થઈ શકે તે હેતુથી અરવલ્લી ટ્રાફિક વિભાગને ૫ બુલેટ સરકાર તરફથી આપવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ હાઈ ટેકનોલોજી સિસ્ટમ પણ ફિટ કરવામાં આવી છે.જીલ્લાના માર્ગો પર નવી બુલેટ સાથે હવે ટ્રાફિક પોલિસ નવા રંગ રૂપમાં ટ્રાફિક નિયમનની કામગીરી કરતી જોવા મળશે જીલ્લામાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લઘન કરનાર વાહનચાલકો સામે શખ્ત કાર્યવાહી કરવામાં મદદરૂપ બનશે જીલ્લા પોલીસવડા સંજય ખરાતે ૫ બુલેટને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું

અરવલ્લીમાં ટ્રાફીકના નિયમોનો વાહનચાલકો ઉલાળિયો કરતા જીલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે જીલ્લામાં ટ્રાફિકના નિયમનોની ચુસ્ત અમલવારી કરાવવી જીલ્લા એસપી સંજય ખરાત માટે મોટી ચેલેન્જ સાબિત થઈ શકે છે


ત્યારે ટ્રાફીકની વ્યવસ્થા સુચારૂ રીતે જળવાઇ રહે તે માટે જીલ્લામાં ટ્રાફીક બ્રિગેડ જવાનોની ભરતી કરવામાં આવી છે અને ટ્રાફીક નિયમોનું પાલન સારી થાય અને ટ્રાફીક સમસ્યા નિવારવા માટે રાજય સરકારે અરવલ્લી જીલ્લા ટ્રાફીક પોલીસને ૫ બુલેટ બાઇક ફાળવવામાં આવતા જીલ્લા પોલીસવડા સંજય ખરાતે ૫ બુલેટને પોલીસભવન થી લીલીઝંડી આપી રવાના કર્યા હતા

જેમાં મોડાસા ટાઉન પોલીસ,ભિલોડા,મેઘરજ,ધનસુરા અને બાયડ પોલીસ સ્ટેશનમાં એક-એક બુલેટની ફાળવણી કરવામાં આવી હતી ફાળવણી કરેલ બુલેટ જે તે પોલીસસ્ટેશન હદ વિસ્તારમાં ટ્રાફિક નિયમન અને પ્રજાને મદદરૂપ થશે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.