અરવલ્લી જીલ્લા પોલીસવડાએ વધુ એકવાર બદલીનો ગંજીપો ચીપ્યો
અરવલ્લી (પ્રતિનિધિ) અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે વધુ એક વાર જીલ્લાના વિવિધ શહેરી અને ગ્રામ્યવિસ્તારના પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓ બદલીનો ગંજીપો ચીપ્યો છે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સતત પોલીસવડા દ્વારા થઈ રહેલી બદલીઓનુ ગણિત સમજવામાં થાપ ખાઈ રહ્યા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે ૪ પીએસઆઈ અને ૧૫૯ પોલીસ કર્મચારીઓની વહીવટી કારણોસર બદલીના ઓર્ડર કરી જીલ્લા પોલીસતંત્રમાં ભારે ઉલટફેર કરવામાં આવતા વારંવાર કરાતી બદલીઓ સામે અનેક પ્રશ્નાર્થ પેદા થયા છે.
અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા અને પોલીસ કર્મચારીઓની નિષ્ફળ કામગીરી સામે કડક પગલાં ભરાતા વહીવટી કારણોસર ૪ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને સાગમેટે ૧૫૯ કર્મચારીઓની બદલીના આદેશ થતા પોલીસ કર્મચારીઓમાં ભારે દોડધામ મચી હતી અને ફરજ પરના સ્થળ પરથી તાત્કાલિક છુટા કરવાના અને બદલીના સ્થળે તાત્કાલિક હાજર થવાના આદેશ પગલે પોલીસ કર્મચારીઓ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે
સતત પોલીસબેડામાં થઇ રહેલી પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ થતા પોલીસકર્મીઓને પરિવારજનો પણ વિમાસણમાં મુકાઈ રહ્યા છે પોલીસકર્મીઓની બદલીની સીધી અસર તેમના બાળકોની અભ્યાસ પર થઇ રહી હોવાનું પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યું છે.*