અરવલ્લી જીલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રનું નેશનલ લેવલે શ્રેષ્ઠ પ્રદર્શન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/08/01-scaled.jpg)
ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત જીલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી દ્વારા સમાજમાં વિજ્ઞાનના પ્રચાર અને પ્રસાર હેતુ વિવિધ પ્રવૃતિ કરવામાં આવે છે. શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રસ લેતાં થાય જીવનમાં વિજ્ઞાનને અનુભવે તે હેતુ રાષ્ટ્રીય કક્ષાની બાલવિજ્ઞાન કોગ્રેસ દેશભરમાં યોજાય છે. અરવલ્લી જીલ્લા NCSCનાં સંયોજક તરીકે પ્રો. ડો શૈલેષ વી પટેલ સર પી ટી સાયસ કોલેજ મોડાસા હતાં. જીલ્લા કક્ષાએ વધારે બાળકોને પ્રેરિત કરી માર્ગદર્શન આપી
રાજ્ય કક્ષાની હરીફાઈમાં જીલ્લાનાં ત્રણ પ્રોજેક્ટ નેશનલ માટે પસંદગી થયા હતાં. NCSC હરિફાઈ 24 ડિસેમ્બરે કેરળના તિરૂઅનંતપુરમાં નેશનલ લેવલે અરવલ્લી જીલ્લાની વિદ્યાર્થીનીનો પ્રોજેક્ટ દેશના આશાસ્પદ પ્રોજેક્ટમાં પસંદ થયો હતો. અરવલ્લી જીલ્લાએ સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું હતું . અરવલ્લી જીલ્લાનાં શ્રેષ્ઠ આયોજન બદલ કેળવણી મંડળના સેક્રેટરી સુરેન્દ્રભાઈ શાહે ગુજકોસ્ટ ગાંધીનગર વતી પ્રોત્સાહન ચેક આપી પ્રો.ડો શૈલેષ વી પટેલનું સન્માન કર્યું હતું. જીલ્લાને સફળતા અપાવવા બદલ મંડળના પ્રમુખ નવીનચંદ્ર મોદી અને કોલેજના પ્રિંન્સિપાલ ડો કે પી પટેલે અભિનંદન વર્ષા કરી હતી. દિલીપ પુરોહિત. બાયડ