અરવલ્લી જીલ્લા સેવાસદનમાં જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન ટલ્લે ચઢ્યું અરજદારોની હાલાકીનો અંત ક્યારે..?
મોડાસા ખાતે આવેલ અરવલ્લી જીલ્લા સેવા સદનમાં અરજદારોને મદદરૂપ થવાના ઉમદા હેતુ થી લાખ્ખો રૂપિયાના ખર્ચે નવીન જનસેવા કેન્દ્ર તૈયાર કરવામાં આવેલું છે, જોકે આ જન સેવા કેન્દ્ર ઉદ્ઘાટન ના અભાવે બંધ છે. જાન્યુઆરીની ૧૮ તારીખના રોજ ઉદ્ઘાટનની તમામ તૈયારી કરી દેવામાં આવી હતી અને નેતા પણ આવવાના હતા, પણ નેતા કોઈ અન્ય કાર્યક્રમમાં જતા રહેતા ઉદઘાટન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.
ટ્રમ્પના સ્વાગતમાં વહીવટી અને રાજકીય તંત્ર તેમની આગતા-સ્વાગતમાં તૈનાત રહેતા વધુ એકવાર જનસેવા કેન્દ્રના ઉદ્ઘાટનની કામગીરી ટલ્લે ચઢતા અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે હવે એક મહિનો વીતી જવા છતાં તૈયાર થયેલા નવીન અને આધુનિક જનસેવા કેન્દ્ર ક્યારે શરૂ થશે તેના પર પ્રશ્નાર્થ ઉભા થઇ રહ્યા છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર,૧૯ ફેબ્રુઆરીએ જીલ્લા સેવાસદન કચેરીમાં નિર્માણ થયેલ જનસેવા કેન્દ્રનું વિધિવત ઉદ્ઘાટન થવાનું હતું તંત્રએ તૈયારીઓ પણ આદરી દીધી હતી ત્યારે જગતના જમાદાર ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪ ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમમાં મેગા ઇવેન્ટમાં આવકારવા વહીવટી તંત્ર અને રાજકીય નેતાઓ રોકાઈ જતા વધુ એકવાર જનસેવા કેન્દ્રનું કામકાજ ટલ્લે ચઢતા જનસેવા કેન્દ્રના પ્રારંભ આડે વધુ એક ટ્રમ્પ રૂપી ગ્રહણ નડતા વધુ એકવાર ખોરંભે ચઢ્યું છે
તે પ્રકારની વ્યવસ્થા જનસેવા કેન્દ્રમાં કરાઈ છે, પણ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા જનસેવા કેન્દ્ર હજુ શરૂ નથી થયું. પ્રાપ્ત માહિતી મુજબ આ જનસેવા ને ખુલ્લુ મુકવા માટે કોઈ નેતા આવવાના હોવાની રાહ જોવાઇ રહી છે પણ નેતા ક્યારે આવશે અને અરજદારો માટે નવીન જનસેવા કેન્દ્ર ક્યારે ખુલ્લુ મુકાશે તે એક સવાલ છે.