અરવલ્લી જીલ્લા સેવાસદન કચેરી ખાતે કેમિકલ ભરેલ કન્ટેનર પલટાતા ટ્રાફિકજામ
અરવલ્લી:અરવલ્લી જિલ્લા ના મોડાસાના શામળાજી ગોધરા હાઇવે પર જિલ્લા સેવા સદન પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું.દોરા બનાવવામાં વપરાતું એમ.ઈ.જી નામનું કેમિકલ ભરેલી ટેન્કર હરિયાણા ના પાનીપત થી ભરૂચ જઇ રહ્યું હતું ત્યારે જિલ્લા સેવા સદન પાસે આવેલા તીવ્ર વળાંકમાં ટેન્કર પલટી મારી ગયું હતું. બનાવ ને પગલે લોકો ના ટોળા ઘટના સ્થળે ઉમટયા હતા.આ બનાવ માં ડ્રાયવર અને ક્લીનર નો આબાદ બચાવ થયો છે આશરે 35 હજાર લીટર ની ક્ષમતા વાળા ટેન્કર માંથી કેમિકલ રસ્તા ઉપર ઢોળાતા થોડી વાર માટે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા બાદ માં એકતરફ નો વાહન વ્યવહાર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.