અરવલ્લી- ટેકાના ભાવે મગફળી લઈ આવેલ ખેડૂતોની મગફળી પલળી
અરબ સાગરમાં ચક્રવાતના પગલે હવામાન વિભાગે બે દિવસમાં માવઠું થવાની આગાહી કરતા આગાહી સાચી પડી હતી ગુરુવારે રાત્રી થી શુક્રવાર બપોર સુધી સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં માવઠું થવાની સાથે અરવલ્લી જીલ્લામાં કારતકમાં ભાદરવાનો માહોલ જામ્યો હોય તેમ સતત વરસાદ પડતા બંને જીલ્લામાં ખેડૂતોની હાલત દયનિય બની છે ચણા,બટાકા,વરિયાળી અને શાકભાજીના વાવેતરમાં અને પાકમાં માવઠાથી નુકશાન થવાની શક્યતાના પગેલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે
ભિલોડા ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પર રાત્રીએ વાહનોમાં ઘઉં લઈ પહોંચેલા ખેડૂતોના ઘઉં પલળી જતા ખેડૂતોની હાલત દયનિય બની છે જીલ્લાના માર્કેટયાર્ડમાં અનાજનો જથ્થો પલળી જતા વેપારીઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે કમોસમી વરસાદથી વાતવરણમાં શીત લહેર પ્રસરી હતી
જીલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે ખેતીવાડી તંત્રને ગ્રામસેવકો સાથે રાખી અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરવામાં આવે અને જ્યાં થોડો માવઠાની અસર ઓછી હોય ત્યાં ખેડૂતોને કાઉન્સલિંગ કરી માવઠાથી ખેતીને નુકશાન નહીં જાય ગભરાવાની જરૂર નથી અને માર્ગદર્શન આપવામાં આવેની તાકીદ કરી હતી
અરવલ્લી જીલ્લામાં ૧.૪ લાખ હેક્ટરમાં શિયાળુ વાવેતર કરી દેવામાં આવ્યું છે જેમાં ૫૫ હજાર હેક્ટરમાં ઘઉં,૧૭ હજાર હેક્ટરમાં બટાકા,૧૪ હજાર હેક્ટરમાં ચણા અને ૧૪૦૦ હેક્ટરમાં વરિયાળીનું વાવેતર કરી દેવામાં આવ્યું છે ત્યારે જ કમોસમી માવઠું થતા ખેડૂતોને ભારે નુકશાન જવાની ભીતિ પેદા થતા ખેડૂતો ચિંતિત બન્યા છે
માવઠું થતા ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરાઈ
અરવલ્લી જીલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચાણ માટે ખેડૂતો ઉમટતા અત્યાર સુધી ૯૬ હજાર કવીન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે કમોસમી વરસાદને પગલે અરવલ્લીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રાખવામાં આવતા ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા પહોંચેલા ખેડુતોને મગફળી પણ પલળી ગઈ હતી અને ધરમધક્કો ખાવાનો આવતા જગતનો તાત નિઃસહાય જણાઈ રહ્યો હતો મગફળી ખરીદ કરતી એજન્સીએ વરસાદના કારણે મગફળી પલળી જતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોએ મગફળી સંગ્રહ ક્યાં કરવીની મૂંઝવણમાં મુકાયા છે ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળી પણ માવઠું થતા પલળી હતી ખેતીવાડી અધિકારી અને તંત્ર પણ દોડતું થયું હતું