અરવલ્લી ડીસ્ટ્રીકટ કોર્ટમાં “સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર”નો પ્રારંભ
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશ અનુસાર દેશભરમાં સંવેદનશીલ સાક્ષી કેન્દ્રો શરુ કરવામાં આવી રહ્યા છ્હે જેનો મુખ્ય હેતુ બાળ સાહેદોને કોર્ટનો ભય રાખ્યા વગર જુબાની આપી શકે અને બાળકોને અનુરૂપ આહલાદક વાતાવરણ મળી રહે તે માટે મોડાસામાં અરવલ્લી જીલ્લા અદાલત ખાતે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનું પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર . એ બુખારી – ઘોઘારી હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેક્ટર અમૃતેશ ઓરંગાબાદકર અને જિલ્લા પોલીસવડા મયુર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર . એ . બુખારી – ઘોઘારી ના જણાવ્યા અનુસાર સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર દેશભરમાં સંવેદનશીલ સાક્ષી કેન્દ્રો શરૂ કરવામાં આવી રહયા છે ખાસ કરીને પોકસો તેમજ અન્ય ગંભીર પ્રકારના કેસોમાં બાળ સાહેદોને કોર્ટનો ભય રાખ્યા વગર જુબાની આપે અને તેઓને સારૂ વાતાવરણ મળી રહે તે હેતુસર ગુજરાત હાઈકોર્ટ ના આદેશ અનુસાર અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ અરવલ્લી સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું છે જેમાં બાળકો નિર્ભયતાથી અને કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર સાહેદી આપી શકે અને બાળકોને ખાસ વાતાવરણ મળી રહે તે માટે ચિલ્ડ્રન પ્લે રૂમ,પૌષ્ટિક આહાર,
બાળ સાહેદને કેન્દ્રમાં જવા – આવવા માટે અલગથી પ્રવેશદ્વાર તથા બાળ સાહેબને આરોપી અને કોર્ટ જોવા ના મળે તે રીતે ઈન – કેમેરા મારફતે બાળ સાહેદોની જુબાની નોંધી શકાય . જેથી બાળ સાહેદને કોઈ જાતનો ભય ન રહે તેવા ઉમદા હેતુ થી નિર્માણ કરવામાં આવ્યું છે
સંવેદનશિલ સાક્ષી જુબાની કેન્દ્ર નું આયોજન જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના ઈન્ચાર્જ પુર્ણ કાલીન સચિવ અને એડીનલ સિવિલ જજશ્રી આર . એમ . ચાવડા દ્વારા નામ.પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે જેમાં એડીશનલ સેશન્સ જજ એ . કે . રાવ , ઈન્ચાર્જ જીલ્લા રજીસ્ટ્રાર એ . યુ . સોનગરા અને જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સુપ્રિટેન્ડેન્ટ એચ . જે .કુંપાવત દ્વારા વિશિષ્ઠ જવાબદારી નિભાવી હતી આ પ્રસંગે જીલ્લા અદાલતમાં ફરજ બજાવતા તમામ ન્યાયાધીશ તથા જીલ્લા બાર એશોસીએશનના પ્રમુખ કે . જે . ત્રિવેદી તથા તમામ વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા .