અરવલ્લી પેરોલ ફર્લો ટીમ ખૂંખાર રાજસ્થાની બીજુડા ગેંગના સાગીરતને તેના વિસ્તારમાંથી દબોચી લીધો

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી, સાબરકાંઠા મહેસાણા અને ગાંધીનગર જીલ્લામાં વર્ષોથી ધાડ, લૂંટ, ઘરફોડ, મંદિર ચોરી, બાઈક ચોરીના આચરનાર રાજસ્થાનની બીજુડા ગેંગનો સાગરીત વિનોદ ધુલેશ્વર મનાત તેના ગામમાં હોવાની બાતમી અરવલ્લી પેરોલ ફર્લો ટીમને મળતા છેલ્લા કેટલાક દિવસોથી પેરોલ ફર્લો ટીમે ડુંગરપુરના દેવલ ગામની આજુબાજુમાં વોચ ગોઠવી દીધી હતી આરોપી ખડકલા માતાના મંદીર નજીકથી પસાર થતા પોલીસ હોવાની ગંધ આવી જતા પોલીસ પકડથી બચવા દોટ લગાવતા પોલીસે પીછો કરી દબોચી લીધો હતો ગુજરાત અને રાજસ્થાનમાં ૩૭ થી વધુ ઘરફોડ ચોરીના વોન્ટેડ આરોપી વિનોદ મનાતને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અરવલ્લી પેરોલ ફર્લો ટીમના પીએસઆઇ કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે રાજસ્થાનમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા ધામાં નાખ્યા હતા ડુંગરપુર વિસ્તારમાં તપાસમાં હતા ત્યારે બીજુડા ગેંગનો સાગરીત વિનોદ ધુલેશ્વર ઉર્ફે ધનેશ્વર મનાત તેના વતન દેવલમાં હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો ટીમે દેવલ સહીત આજુબાજુના વિસ્તારમાં વોચ ગોઠવી દીધી હતી ત્યારે ખડકલા માતાના મંદીર નજીક બિંદાસ્ત પસાર થતો વીનોદ મનાત જોવા મળતા પોલીસ ત્રાટકી હતી પોલીસને જોઈ વિનોદ ગામમાં રોડ પર ભાગવા લાગતા પોલીસે પીછો કરી ઝડપી લેતા વિનોદ મનાતના મોતીયા મરી ગયા હતા ૩૭ થી વધુના ગુન્હાના આરોપી અને વર્ષ-૨૧૦૯માં ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચપ્પુની અણીએ લૂંટમાં ફરાર હોવાથી વિનોદ મનાતને ભિલોડા પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી એલસીબી પોલીસે ધનસુરાથી નાસતો ફરતો આરોપી દબોચી લીધો
અરવલ્લી એલસીબી પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે ગોધરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુન્હાનો આરોપી દામજી ઉકાભાઇ ઉર્ફે ટૂંકાભાઈ વાળંદ તેના ઘરે સોનીપુરા કંપા શક્તિનગરમાં આવ્યો હોવાની બાતમી મળતા તાબડતોડ આરોપીના ઘરે પહોંચી દામજી વાળંદને દબોચી લઇ અટકાયત કરી ગોધરા બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો હતો