અરવલ્લી પોલીસની બુટલેગરો પર બ્રેક …..!! ઘર પાછળ ઝાડી-ઝાંખરામાંથી વિદેશી દારૂ ઝડપ્યો
અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે બુટલેગરો પર સપાટો બોલાવ્યો છે સતત ત્રીજા દીવસે કારમાં દારૂની હેરાફેરી અટકાવવામાં સફળ રહી છે બુટલેગરો પર જીલ્લા પોલીસતંત્રએ શખ્ત કાર્યવાહી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે એલસીબી પોલીસે જુદા-જુદા માર્ગો પરથી ત્રણ કારમાં હેરાફેરી થતો લાખ્ખો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હતો એક પાયલોટીંગ કાર પણ ઝડપી લીધી હતી માલપુર પોલીસે અપાચે બાઈક સાથે બુટલેગરને દારૂ સાથે દબોચી લીધો હતો ભિલોડા પોલીસે રીંટોડા ગામે ઘર પાછળ ઝાડી-ઝાંખરામાંથી વિદેશી દારૂની બોટલ જપ્ત કરી હતી
અરવલ્લી એલસીબી પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે ટીંટીસર નજીક પુલીયા પાસેથી પસાર થતી એક કાર સહિત આ દારૂ ભરેલ કારનું પાયલોટીંગ કરતી કાર ઝડપી પડાઈ હતી કારમાંથી એલસીબી પોલીસે કુલ રૂ.૨,૪૯,૬૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૪૫૬ બોટલો કબ્જે કરી હતી. જયારે આ વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ પાંચ આરોપીઓને ઝડપી પડાયા હતા.જયારે અન્ય ૩ સહિત કુલ ૮ આરોપીઓ વિરૂધ્ધ એલસીબી પોલીસે ગુનો નોંધી કુલ રૂ.૮,૬૦,૬૦૦ નો મુદ્દામાલ અને વધુ તપાસ મોડાસા રૂરલ પોલીસને હવાલે કરી હતી. શામળાજીના ભવાનીપુરા ગામ નજીક ક્રેટા કારમાંથી ૨.૮ લાખ અને ટિંટિસર નજીક સ્વીફ્ટ ડિઝાયર કારમાંથી ૧.૬૬ લાખ થી વધુનો દારૂ ઝડપી લીધો હતો
માલપુર પીઆઈ એફ.એલ.રાઠોડ અને તેમની ટીમે જીતપુર ગામના જેશીંગ ઉર્ફે કાળું ભગાભાઈ માલીવાડ નામના બુટલેગરને અપાચે બાઈક પર દારૂની ખેપ મારતો ઝડપી લીધો હતો રૂ.૩૧ હજાર થી વધુનો દારૂ સહીત રૂ.૮૧૩૦૦-/ નો મુદ્દામાલ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
ભિલોડા પીઆઈ મનીષ વસાવાએ તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધર્યું હતું ત્યારે બાતમી મળતા રીંટોડા ગામે રાજ નવનીતકુમાર ગામેતીના ઘરે ત્રાટકી ઘર પાછળ ઝાડી-ઝાંખરામાં સંતાડેલ ૨૬ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસ રેડ જોઈ ફરાર બુટલેગર રાજ ગામેતી સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા