Western Times News

Gujarati News

અરવલ્લી પોલીસનું સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીના પગલે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ

 ૭ આંતરરાજ્ય ચેકપોસ્ટ સહીત ૧૭ ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ 

ગુજરાતમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભારે ધમધમાટ શરુ થઇ ગયો છે અરવલ્લી જીલ્લામાં ૨૮ ફેબ્રુઆરીએ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે અને આચારસંહિતા લાગુ થઇ ગઈ છ ત્યારે જીલ્લા પોલીસવડા સંજય ખરાતે અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ ૭ આંતરરાજ્ય સરહદો પર અને જીલ્લાની અંદર ૧૦ ચેકપોસ્ટ ઉભી કરી રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકીંગ અને જીલ્લાના હાઇવે અને અંતરિયાળ માર્ગો પર સઘન પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને ચૂંટણીમાં દારૂ અને રૂપિયાની હેરાફેરી અટકાવવા માટે જીલ્લા પોલીસતંત્ર પ્રયત્નશીલ બન્યું છે જે ચૂંટણી સુધી ચાલુ રાખવામાં આવશે

કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓ ફેબ્રુઆરી મહિનાના અંતમાં યોજવાનું નક્કી કરતા રાજ્યમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે અરવલ્લી જીલ્લામાં જીલ્લા પંચાયત,૬ તાલુકા પંચાયત અને બે નગરપાલીકા ચૂંટણી યોજાવાની છે

જેને લઈને તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસે પણ કામગીરી શરુ કરી દીધી છે

આચારસંહિતાની કડક અમલવારી માટે અને અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા માટે પોલીસે અરવલ્લી જીલ્લા પ્રવેશદ્વારોએ અને રાજ્સ્થાનને અડીને આવેલ ૭ આંતરરાજ્ય સરહદ અને જીલ્લાની અંદર ૧૦ જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે ત્યાંથી રાઉન્ડ ધી ક્લોક  પસાર થતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી એન્ટ્રી કરવામાં આવી રહી છે

અરવલ્લી જીલ્લાની આંતરાજ્ય સરહદો પરથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ બુટલેગરો દ્વારા ઠાલવવામાં આવતો હોવાની વાત જગજાહેર છે ત્યારે  ચૂંટણી ટાણે વિદેશી દારૂની ડિમાન્ડ વધી જતા બુટલેગરો પણ મોટા પ્રમાણમાં નિતનવા નુસ્ખા અપનાવી દારૂ ઘુસાડવા અધીરા બન્યા છે ત્યારે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ જીલ્લાના તમામ પ્રવેશદ્વારે સઘન ચેકીંગ હાથધરી બુટલેગરોના પ્રયત્નો નિષફ્ળ બનાવી રહી છે

ત્યારે સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દારૂ અને રૂપિયાની હેરાફેરી અને ગેરકાયદેસર પ્રવૃતિઓ પર લગામ લગાવવા પોલીસે ચેકપોસ્ટ ઉભી કરી વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું છે જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તમામ પોલીસ સ્ટેશન અને પોલીસતંત્રની વિવિધ એજન્સીઓને પેટ્રોલીંગ કરવા અને આચારસંહિતાનો ચુસ્ત પણ પાલન થાય તે માટે જીલ્લા પોલીસવડાએ તાકીદ કરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.