Western Times News

Gujarati News

અરવલ્લી પોલીસે અધધ ૬.૩૬ કરોડની ૨.૭૪ લાખથી વધુ વિદેશી દારૂની બોટલ પર બુલડોઝર ફેરવી દીધું

દારૂની નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. આ વાક્ય સુવિચારોમાં તો સારૂં લાગે છે પરંતુ જ્યારે પોલીસ દારૂ પકડે અને તે જથ્થાનો નાશ કરવામાં આવે ત્યારે આવા સુવાળા વાક્યોની પોલ ખૂલી જાય છે

અરવલ્લી જિલ્લાના વીવીધ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઝડપાયેલ રૂ.૬.૩૬ કરોડથી વધુન વિદેશી દારૂના જથ્થા પર ગુરુવારે પ્રાંત અધિકારી મયંક પટેલ,ડીવાયએસપી ભરત બસીયા અને પોલીસતંત્રના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં  બુલડોઝર ફેરવી દેવાતાં પકડાયેલ દારૂ સાચવવાની ઝંઝટમાંથી રાહત મળી હતી.ચેક પોસ્ટ નજીકના ખુલ્લા મેદાનમાં પાથરવામાં આવેલા ૨.૭૪ લાખથી વધુ બોટલો પર જયાારે બુલડોઝર ફેરવાયું ત્યારે દારૂની ઉડેલી છોળોથી જાણે વિદેશી દારૂની નદી વહેતી થઈ હોય તેવા દ્દશ્યો જોવા મળ્યા હતા.

અરવલ્લી જીલ્લાના મોડાસા ટાઉન,રૂરલ,ભિલોડા,મેઘરજ પોલીસે છેલ્લા ૩ વર્ષમાં અને શામળાજી પોલીસે છેલ્લા એક વર્ષમાં ઝડપેલા વિદેશી દારૂના જથ્થાને નાશ કરવા જીલ્લા પોલીસવડા સંજય ખરાતે તંત્રમાં મંજૂરી માંગતા જવાબદાર તંત્રમાંથી મંજૂરી મળતા જ ૬ કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થા પર પોલીસે બુલડોઝર ફેરવવાની કામગીરીનું મહૂર્ત કર્યુ હતું.

અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર વર્ષે દહાડે કરોડો રૂપિયાાનો પકડેલા વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરવામાં આાવે છે.ઝડપી પાડેલા મોટા પ્રમાણમાં દારૂને સાચવવા માટે ગોડાઉન બનાવવામાં આવ્યા છે સતત વિદેશી દારૂ ઝડપાતા ગોડાઉનમાં પણ પૂરતી જગ્યાના અભાવે દારૂનો જથ્થો વાહનોમાં જ સીલ કરી પોલીસ લાઈનોમાં વાહનો ખકડી દેવામાં આવતા હોય છે.જીલ્લા પોલીસે ત્રણ વર્ષમાં પ્રોહીબીશનના ૧૨૩૫ ગુન્હામાં જપ્ત કરેલ બોટલ-બિયર ટીન કુલ નંગ-૨૭૪૭૨૧ કીં.રૂ.૬૩૬૬૬૯૪૦/-નો જથ્થો નાશ કરવા જીલ્લા પોલીસતંત્રએ મંજૂરી માંગતા પોલીસ સ્ટેશનમાં ઉભરાઈ રહેલા આ દારૂના જથ્થાને નાશ કરવાની લીલીઝંડી મળતાં જ ગુરુવારના રોજ રતનપુર ચેક પોસ્ટ નજીક આવેલા સેલટેક્ષની ચેકપોસ્ટ સામેના ખુલ્લા મેદાનમાં વહીવટી તંત્ર અને પોલીસતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂના અધધ જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવાતાં વિદેશી દારૂની બોટલનો કચ્ચરઘાણ નીકળતા દારૂની નદી વહેતી થઈ હોય તેવા દ્દશ્યો સર્જાયા હતા.

ગુજરાતમાં દારૂ બાંધી હોવા છતાં સૌથી વધુ દારૂ પીવાય છે. અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવવામાં આવી રહ્યો હોવાની સાથે જીલ્લામાં પણ મોટા પ્રમાણમાં ગેરકાયદેસરક દારૂનો વેપલો થાય છે છેલ્લા ત્રણ વર્ષમાં શામળાજી પોલીસે  રેડ તેમજ અન્ય કામના ગુનામાં ઝડપેલો આ અધધ જથ્થો રાજ્યની સુવાળી દારૂબંધીની ચાડી ખાય છે. આ સાથે જ સત્તાધીશોને પણ સવાલ કરે છે કે દારૂબંધી છે તો આ દારૂ આસમાનમાંથી ગુજરાતમાં આવી ગયો હશે? ખેર આ મામલે પોલીસ ઘણી જાગૃત છે નહીંતર આટલો મોટો જથ્થો ઝડપાવો પણ શક્ય નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.